Porbandar: કોરોના સંક્રમિત દર્દીઓના સગા સુપર સ્પ્રેડર બને તો નવાઈ નહીં

|

May 01, 2021 | 12:52 PM

પોરબંદરમાં (Porbandar) કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પરંતુ દર્દીઓ સાથે અનેક લોકો બાજુમાં બેસતા પરિવારજનોને કારણે શહેરમાં સંક્રમણ વધવાની શકયતા છે. દર્દીઓના સગા સંબંધીઓ રજુઆત કરી રહ્યા છે કે પાસ પ્રથા લાગું કરવી જોઈ એ તો સિવિલ સર્જન પાસ પ્રથા લાગુ કરી હોવાની વાત કરી રહ્યા છે.

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અનહદ વધી ગયેલા છે રોજબરોજ પોઝિટિવ કેસો વધી રહ્યા છે. આસપાસના જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે પોરબંદર આવી રહ્યા છે અને તમામ બેડ ફૂલ થયેલા છે. આઇસોલેસન સેમી આઇસોલેશન માં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર અને વેન્ટીલ્ટર પર છે. હાલમાં દવાની પણ અછત છે. દર્દીઓના સગા સંબંધીઓ આસપાસ રહે છે તેથી તેના માટે પાસ સુવિધા શરૂ કરી છે.

દર્દીઓના સગા સંબંધીઓ અનેક દિવસોથી હોસ્પિટલમાં દર્દીઓ પાસે આવક જાવક કરી રહેલ છે કેટલાક દર્દીઓ પાસે તો એક જ બેડ પર ત્રણથી ચાર સંબંધીઓ બેસીને લોકોને સંક્રમિત કરે છે. હોસ્પિટલમાં જે સ્ટાફ કામગીરી કરે છે તે ધન્યવાદને પાત્ર છે પરંતુ હોસ્પિટલમાં જો એક જ દર્દી સાથે એક જ વ્યક્તિને પણ પ્રથા લાગુ કરવાની જરૂર છે.તેવી લોકો માંગ કરી રહેલ છે.

હોસ્પિટલ સત્તાવાળા પાસ આપતા હોવાનું ગાણું ગાઈ છે તો દર્દીઓના સગાને આવા કોઈ પાસ અપાયા નહિ હોવાની વાત છે જો તાત્કાલિક અસરથી નિયમ બનાવી આપે તો શહેરમાં સંક્રમણ ફેલાતું અટકી શકે તેમ છે.

Next Video