SURAT : ફરજ દરમ્યાન પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સુરત પોલીસ કમિશ્નરે રિફ્રેશમેન્ટ વાન શરૂ કરી

|

Apr 26, 2021 | 7:29 PM

આ પોલીસ સ્નેક વાન શહેરના જુદા જુદા પોઇન્ટ પર ફરી ટીઆરબી અને પોલીસ જવાનોને હલકો ખોરાક પૂરો પાડી સેવા બજાવી રહી છે.

SURAT:  શહેરમાં અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક સહિત કોવિડના બંદોબસ્તમાં ફરજ બજાવતા ટીઆરબી અને પોલીસ જવાનોના સ્વાસ્થ્યની ચિંતા સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવી છે. પોલીસ અને ટીઆરબી જવાનોનું સ્વાસ્થ્ય જળવાય રહે અને ફરજ દરમ્યાન તેઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ખાસ પ્રકારની પોલીસ સ્નેક વાન (Police refreshment van started in Surat) સેવા શરૂ કરવામાં આવી છે.

કોરોના મહામારીમાં સમાજમાં કાયદોને વ્યવસ્થા જાળવી રાખતી પોલીસ પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર પોતાની ફરજ નિષ્ઠાથી બજાવી રહી છે. તેમાં જો ઉપલી અધિકારી દ્વારા નાની પણ મહત્વની પહેલ પણ જો કરવામાં આવે તો કા, કરવાનો જુસ્સો બમણો થઈ જાય છે. જ્યારે સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે તો પોલીસ સહિત TRB જવાનોની સ્વાસ્થયની ચિંતા કરી છે. મહામારી સહિત કાળજાળ ગરમીમાં પણ અડીખમ ઠેક ઠેકાણે પોતાની ફરજ બજાવતા પોલીસમેનને હળવા નાસ્તાની વ્યવસ્થા કરી દેવાં આવી છે. જે ઘણી સરહાનીય બાબત છે.

આ પણ વાંચો : Ahmedabad: “તું બહુ હોટ લાગે છે” કહી હાથથી કર્યો ઈશારો, આમ છેડતી કરનાર યુવકનો પીછો કરીને યુવતીએ ભણાવ્યો પાઠ

સુરત પોલીસ કમિશનર અજય તોમરની સુચમ બાદ શહેરમાં ખાસ પોલીસ સ્નેક વાન શરૂ કરવામાં આવી છે. જે સ્નેક વાન હાલ કોવિડ સહિત અલગ અલગ પોઇન્ટ પર ફરજ બજાવતા પોલીસ અને ટીઆરબી જવાનોને પોષણયુક્ત આહાર પૂરો પાડી રહી છે. આ પોલીસ સ્નેક વાન શહેરના જુદા જુદા પોઇન્ટ પર ફરી ટીઆરબી અને પોલીસ જવાનોને હલકો ખોરાક પૂરો પાડી સેવા બજાવી રહી છે.જેમાં ગોળ, ચણા, વિટામીનયુક્ત કોલડ્રિન્ક સહિતના પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના પગલે શહેરના ટ્રાફિક પોઇન્ટ,સહિત અલગ અલગ સ્થળો પર પોલીસ અને ટીઆરબીના જવાનો ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હાલ તડકા- તાપમાં પણ ટીઆરબી સહિત પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય જળવાય તે આશ્રયથી ખાસ પોલીસ સ્નેક વાન સેવા સુરતમાં શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : બધા જ Corona સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ જવાની જરૂર નથી, ઘર પર આવી રીતે કરી શકો છો ઈલાજ

Next Video