ખેતીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ચિંતા કરતા સતત જોવા મળતા હોય છે. ખેતીની બાબતમાં ખેડૂતોની આવકની વૃદ્ધી થવા સાથે સારો પાક મેળવાય એ માટે તેઓએ બે દાયકામાં સફળ પ્રયાસ કર્યા છે. ખેડૂતો માટે અનેક નવી યોજનાઓ શરુ કરવા થી લઈને ખેડૂતોની આવક વધારવા માટેના પ્રયાસોમાં સતત ચિંતા કરતા જોવા મળ્યા છે. ગુજરાત સરકારમાં તેમની જ ટીમના હિસ્સો રહેલા અને હાલમાં દીવ-દમણ અને દાદરાનગર હવેલી તેમજ લક્ષદ્વીપ ના પ્રશાસક પ્રફુલ પટેલે ટાપુ પર ખેતીને વિક્સાવવા માટે સફળ પ્રયાસ કર્યો છે. દુનિયાના સૌથી સુંદર ટાપુઓ પૈકી એક લક્ષદ્વીપમાં ખેતીના વિકાસને લઈ PM મોદીએ ખૂબ વખાણ કર્યા છે.
PM મોદીએ ટ્વીટ કરીને આ અંગે વખાણ કર્યા હતા. લક્ષદ્વીપ ટાપુ વિશ્વના સુંદર ટાપુઓ પૈકી એક ગણના થાય છે. અહીં 11 લાખથી વધારે નારીયેળીના વૃક્ષો છે. દરિયો બ્લૂ વોટર ધરાવે છે. કુદરતે અહીં નયનરમ્ય નજારો સર્જેલો છે. અહીં ખૂબસૂરતી ઠાંસી ઠાંસીને કુદરતે ભરી છે. પ્રવાસીઓએ હવે અહીં કુદરતી ખૂબસૂરતીને માણવા માટે દોટ મુકી છે. જેની પાછળ સંપૂર્ણ રીતે પ્રયાસ વડાપ્રધાન મોદી અને પ્રશાસક પ્રફુલ પટેલે કર્યો છે.
ટાપુ પર ખેતી માટે નાનકડો પ્રયાસ પણ મોટી વાત છે. ખારા દરિયા વચ્ચે દરિયાઈ ખારાશની રેતાળ ધરતી પર ખેતી કરવી એ સૌથી મુશ્કેલ વાત છે. તેના માટે યોજના અને પ્રોત્સાહન આપવુ એ એનાથી પણ વધારે જટીલ કાર્ય છે. આ બીડું હિંમતનગરના પ્રફુલ પટેલે ઝડપ્યુ છે. અહીં પ્રવાસીઓને માટે ખૂબ જ આધુનિક સગવડો ઉભી કરવાની શરુઆત કરી માલદિવને ટક્કર આપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેની સાથે જ લક્ષદ્વીપના લોકોને રોજગારી પુરી પાડવા માટે મજબૂત ઈરાદો દર્શાવ્યો છે. ખેતી વડે સ્થાનિકો રોજગારી મેળવે એ સમજાવવુ અને તેને સફળ બનાવવુ એ અંત્યંત મુશ્કેલ કાર્યમાં પ્રફુલ પટેલે સફળતા મેળવી છે. તેમના આ પ્રયાસને ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીએ ખૂબ વખાણ કર્યા છે. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યુ છે કે, સરાહનીય પ્રયાસ, સુંદર પરિણામ! આ પેહલે દર્શાવ્યુ છે કે, લક્ષદ્વીપના લોકો નવી ચિજોને શિખવા અને અપનાવવાને લઈ કેટલા ઉત્સાહિત રહે છે.
सराहनीय प्रयास, बेहतरीन परिणाम! इस पहल ने दिखाया है कि लक्षद्वीप के लोग नई चीजें सीखने और अपनाने को लेकर कितने उत्साहित रहते हैं। https://t.co/5UFl57RtjK
— Narendra Modi (@narendramodi) June 10, 2023
પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા ન્યૂટ્રી ગાર્ડન પ્રોજેક્ટ લોંચ કર્યો હતો. જે આત્મનિર્ભર ભારતના વિકાસ લક્ષી ઉદેશ્યના ફળ સ્વરુપ કરવામાં આવ્યો હતો. જેમાં 1000 જેટલા સ્થાનિક ખેડૂતોને વિવિધ શાકભાજીના બિયારણને વિતરણ કરવામાં આવ્યા હા. આ માટે સ્થાનિક નર્સરીમાં રોપા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક ખેડૂતોના પ્રયાસને લઈ શાકભાજી સ્થાનિક સ્તરે વધુ ઉપલબ્ધ બની શકી છે.
आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी आपका ह्रदय पूर्वक धन्यवाद। आपकी सराहना लक्षद्वीप की प्रगति को बल प्रदान करेगी एवं अधिक महेनत करने के लिए उत्साहित करेगी। https://t.co/IGWIhg5L1Y
— Praful K Patel (@prafulkpatel) June 10, 2023
લક્ષદ્વીપ આગામી ટૂંક સમયમાં પ્રવાસીઓને મોટા પ્રમાણમાં આકર્ષણ જન્માવશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. પ્રશાસક પટેલ દ્વારા રાત દિવસ એક કરીને વોટર વિલા થી લઈ ક્યૂબા ડાઈવીંગ અને પ્રવાસ માટે અનેક પ્રયાસ શરુ થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરનુ ટૂરીઝમ આ સુંદર ટાપુ પર વિકાસ પામી રહ્યુ છે. દેશમાંથી પણ પ્રવાસીઓ અહીં ઉભરાશે અને આ માટે શાકાહારી ભોજનની માંગ રહેશે. આવી સ્થિતીમાં સ્થાનિક તાજી શાકભાજી ઉપલ્બ્ધ રહે એ વિચાર સાથે સ્થાનિકોને વધુ રોજગારી મળી રહે અને શાકભાજી ઉત્પાદન માટે રસ જાગેએ વિચાર પણ જોડવામાં આવ્યો છે. સાથે જ સ્થાનિક લોકોને પણ તાજી શાકભાજી ઉપલ્બધ બનશે, જે અત્યાર સુધી જરુરિયાત મુજબ કેરળથી મંગાવવાની જરુર રહેતી હતી.
Published On - 11:49 am, Sun, 11 June 23