PM Modi in Gujarat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) ત્રણ દિવસ માટે ગુજરાત (Gujarat) પધાર્યા છે. ગઈ કાલે સાંજે ગુજરાત આવતાં જ તેમણે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને પોતાના ત્રણ દિવસના પ્રવાસનો વિધિવત પ્રારંભ કર્યો હતો. તેઓ આજે સવારે 9.40 વાગ્યે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. બપોર બાદ તેઓ જામનગર જશે અને ત્યાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. જામનગર નજીક ગોરધનપરમાં 35 એકર જમીનમાં આ કેન્દ્ર બે વર્ષમાં તૈયાર થશે. મોદી જામનગર 1-20 વાગે પહોચશે. ત્યાર બાદ ગોરધનપરમાં 3-30 વાગે કાર્યકમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના 2000 જેટલા આંમત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પૂરે કરીને સાંજે 5- વાગ્યા બાદ ગાંધીનગર પરત ફરશે.
PM Modi in Gujarat Live: PM મોદી રાજભવન પહોંચ્યા. PM મોદીએ બધાનું અભિવાદન ઝીલ્યું.
PM Modi in Gujarat Live: PM મોદીનો રોડ શો શરૂ થયો. લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાની રમઝટ જોવા મળી. આદિવાસી નૃત્યથી કલાકારોનું અભિવાદન કરાયું. વિવિધ સ્થળે સ્ટેજ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમની સાથે મોરેશિયસના PM પણ ઉપસ્થિત છે. બન્ને દેશના રાષ્ટ્રધ્વજ સાથે બાળકોએ સ્વાગત કર્યું. PM મોદીએ બધાનું અભિવાદન ઝીલ્યું.
PM Modi in Gujarat Live: જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ટૂંક સમયમાં રોડ શો શરૂ થશે. PM મોદીના રોડ શો માટે લોકોનો ઉત્સાહ જબરજસ્ત છે. PMના અભિવાદન માટે લોકોની લાઈન લાગી.
PM Modi in Gujarat Live: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા.
PM Modi in Gujarat Live: અમદાવાદમાં PM મોદી અને મોરેશિયસના PMનો રોડ શો થોડી જ વારમાં શરૂ થશે. આ રોડ શોમાં 15000 જેટલા લોકો સ્વાગતમાં જોડાશે. PM મોદી અને મોરેશિયસના PM ના રોડ શો માટે લોકોનો ઉત્સાહ જબરજસ્ત છે. આ રોડ શો એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી યોજાશે.
PM Modi in Gujarat Live: જામનગરમાં PM મોદીનું સંબોધન, PM મોદીએ WHOના DG નો આભાર માન્યો. જેમણે આ સેન્ટર માટે શુભેચ્છા પાઠવી તેમને અભિનંદન કહ્યું. PM મોદીએ કહ્યું જામનગરનો આયુર્વેદ સાથેનો જૂનો સંબંધ છે. દાયકાઓ પહેલા જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના થઇ હતી. આગામી 25 વર્ષમાં આ પરંપરાગત સારવાર પદ્ધતિનું આ કેન્દ્ર બનશે. આ કેન્દ્ર જામનગરને વિશ્વફલક પર નવી ઊંચાઇઓ પર લઇ જશે. WHO ના વિશ્વાસ પર ભારત ખરું સાબીત થશે. આયુર્વેદ આપણો પાંચમો વેદ છે PM મોદીએ કહ્યું. પરંપરાગત દવાઓ આગળની પેઢીઓ સુધી પહોંચે. તણાવ દૂર કરવામાં ભારતની પરેપરા કામ આવી. આયુર્વેદમાં ખાવા-પીવાનું વિશેષ મહત્તવ હોય છે. ભારતના પોષણ અભ્યાસમાં જૂની પદ્ધતિ ધ્યાનમાં લીધી. PM મોદીએ કહ્યું ભારતમાં ટ્રેડિશનલ મેડિકલ યુગનો પ્રારંભ શરૂ થયો.
PM Modi in Gujarat Live: અક્ષરધામ સંકુલ 21મી એ અનિવાર્ય સંજોગોને કારણે બંધ રહેશે.
PM Modi in Gujarat Live: વડાપ્રધાન PM મોદી GCTM બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો.
PM Modi in Gujarat Live: અમદાવાદમાં PM મોદીના રોડ શોને લઈને તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. પનઘટ ડાન્સ ગ્રુપ આસામનું લોક નૃત્ય રજૂ કરશે.
PM Modi in Gujarat Live: WHO ના DGએ “કેમ છો? મજામાંને” એમ કહી ગુજરાતીઓને સંબોધન કર્યું.
PM Modi in Gujarat Live: CM ભૂપેન્દ્ર પટેલે PM મોદી અને WHOનો આભાર માન્યો. તમામ આરોગ્ય માટે GCTM કાર્યરત છે.
PM Modi in Gujarat Live: વડાપ્રધાન PM મોદી GCTM બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. જામનગર ગ્લોબલ વેલનેસ હબ બનશે. PM મોદી સાથે WHO ના ડાયરેક્ટર અને મોરેશિયસના PM પણ ઉપસ્થિત છે.
PM Modi in Gujarat Live: PM નરેન્દ્ર મોદી આયુર્વેદિક રીસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે.
PM Modi in Gujarat Live: જામનગરમાં PM મોદીનો ટૂંકો રોડ શો યોજાશે.
PM Modi in Gujarat Live: કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહમભટ્ટે રાજભવન ખાતે PM મોદી સાથે મુલાકાત કરી.
PM Modi in Gujarat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો જામનગર પહોંચી ગયો છે. વડાપ્રધાના પ્રવાસને પગલે શહેરમાં ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જામનગરમાં તેઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે. જામનગરના રાજવી સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે.
PM Modi in Gujarat Live: બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલના લોકાર્પણના કાર્યક્મ બાદ વડાપ્રધાન મોદી જામનગર જવા રવાના થયા હતા, જ્યાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન WHOવા સહકારથી બની રહ્યું છે. આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના ડીજી, રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.
PM Modi in Gujarat Live: મોદીએ કહ્યું કે ગુજરાત આજે સફળતાની ઊંચાઈ પર છે, જે વિકાસની ઊંચાઈ પર છે તે તમામ ગુજરાતીને ગૌરવથી ભરી દે છે. જેનો અનુભવ મને ગઈ કાલે ગાંધીનગરમાં વિદ્યા સમિક્ષા કેન્દ્રમાં થયો હતો. ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે, આપણી આવનારી પેઢીઓના વિકાસ માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એક શક્તિ બની રહ્યું છે.
The biggest beneficiaries of dairy sector is small farmers & I ensure that every paise reach the beneficiary ;PM @narendramodi @banasdairy1969#BanasWelComeModiji #Banaskantha #Gujarat #TV9News pic.twitter.com/4OCHAUpmTc
— Tv9 Gujarati (@tv9gujarati) April 19, 2022
PM Modi in Gujarat Live: આ કાર્યક્રમમાં પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત હોવાથી મોદીએ પોતાને તેમની સાથે સાંકળતાં કહ્યું છે ખેતીના વિકાસ માટેના તમામ કાર્યોમાં હું તમારો અનન્ય સાથી છું. જેમ ખેતરમાં કામ કરવા માટે ખેડૂતની સાથે એક સાથી કામ કરે છે તેમ હું તમારો સાથી છું અને તમારી સાથે ઉભો રહીને કામ કરીશ.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने बनासकांठा के दियोदर में बनास डेयरी संकुल का जायज़ा लिया। pic.twitter.com/qqun56uMxL
— ANI_HindiNews (@AHindinews) April 19, 2022
PM Modi in Gujarat Live: મોદીએ કહ્યું કે આપણો બનાસકાંઠા જિલ્લો પાણીની તંગીવાળો વિસ્તાર છે. આ સમસ્યાના સમાધાન માટે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 તળાવ બનાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે જો આ તળાવો ભરાઈ જાય તે આ વિસ્તારની પાણીની સમસ્યા છે તેનો અંત લાવી શકીએ.
PM Modi in Gujarat Live: મોદીએ કહ્યું કે મેં દિલ્હીમાં જઈને ત્યાં પણ નાના ખેડૂતોની મોટી જવાબદારી લેવાનું નક્કી કર્યું. હું આજે દેશના તમામ નાના ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા મોકલી આપું છું.
PM Modi in Gujarat Live: મોદી એ કહ્યું કે મેં ડેરીના વિકાસ માટે હું હંમેશા પ્રત્નશીલ છું. આજે બનાસ ડેરીના ગુજરાતની બહાર પણ શાખાઓ સ્થપાઈ છે. ડેરી અત્યારે એશિયાની નંબર નવ ડેરી બની છે. દેશમાં 8.5 લાખ કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. ડેરીએ નાના ખેડૂતોમી મોટી ચિંતા કરી છે.
PM Modi in Gujarat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેરી સાથે જોડાયેલી મહિલાઓને પણ નમન કર્યાં હતાં અને કહ્યું હતું કે તેમની જ મહેનતને કારણે ડેરીનો વિકાસ શક્ય બન્યો છે. મહિલાઓ પોતાના સંતાનોની જેમ પોતાના પશુઓને સાચવે છે અને તેથી જ આ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.
PM Modi in Gujarat Live: મોદીએ બનાસકાંઠાના ગલબાકાકાને યાદ કરીને કહ્યું અહીં આવું ત્યારે તેમને મનમઃકરવાનું મન થાય છે. તેમણે જે સ્વપ્ન જોયું તે અત્યારે વડવૃક્ષ બની ગયું છે.
PM Modi in Gujarat Live: બનાસ ડેરી દ્વારા બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે જે ખેડૂતો માટે આશીર્વદરૂપ સાબીત થશે. આ પ્લાન્ટમાંથી સીએનજીનું ઉત્પાદન તો થશે જ સાથોસાથ ખેડૂતોને તેના પશુઓના ગોબરની પણ કિંમત મળશે.
PM Modi in Gujarat Live: દૂધના ઉત્પાદનોની સાથે બટાકામાંથી બનતી વસ્તુઓ જેવી કે વેફર્સ, આલુ ટીકી, ફ્રેન્ચફ્રાઈ વગેરે બનાવાશે. આમ ખેડૂતોની આ વસ્તુ માટે પણ બજાર પુરુ પાડશે. આ ઉપરાંત સરસવ અને મગફળી જેવા તેલીબિયાં માટેનો પ્લાન્ટ સ્થપાશે જેથી ખેડૂતોને આ માટે પણ બજાર મળશે.
The development initiatives at Banas Dairy will empower farmers and boost the rural economy. We can experience here how cooperative movement can give strength to the Aatmanirbhar Bharat campaign: PM Narendra Modi at Banas Dairy Sankul in Gujarat’s Banaskantha pic.twitter.com/xFmV0XNOnv
— ANI (@ANI) April 19, 2022
PM Modi in Gujarat Live: બનાસ ડેરીએ કાશીમાં પણ પોતાના પ્લાન્ટ સ્થાપિત કર્યો છે અને ત્યાંના લોકોની સેવા કરી છે, જેથી હું કાશીના સાંસદ તરીકે ગર્વ અનુભવું છે. અને તમારો ઋણી છું.
PM Modi in Gujarat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ 1.20 વાગ્યે જામનગર પહોંચશે અને સંભવત 4 કલાક સુધીનું રોકાણ કરશે. દરમિયાન કાર્યકરો દ્વારા અભિવાદન કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકોને શહેરમાં વડાપ્રધાનના રૂટમાં હાજર રહીને આવકારશે. ત્યારે રોડ શો જેવો મહોલ જોવા મળી શકે છે.
PM Modi in Gujarat Live: દિયોદર ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતીમાં બનાસ ડેરીના 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન ‘બનાસ કે 8 સ્તંભ, વિકાસ કે પ્રકાશ સ્તંભ’ નામના એક પુસ્તકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
Gujarat | PM Modi lays the foundation stone of multiple development projects at Banas Dairy Sankul in Banaskantha pic.twitter.com/j14myjadQQ
— ANI (@ANI) April 19, 2022
PM Modi in Gujarat Live: દિયોદરમાં વડાપ્રધાનને ભારતના નકશાના આકારની ફ્રેમ અર્પણ કરવામાં આવી હતી ત્યાર બાદ પશુપાલક મહિલાઓએ મોદીના પોખણાં કર્યાં હતાં.
PM Modi in Gujarat Live: વડાપ્રધાન મોદી બનાસકાંઠામાં દિયોદર ખાતે તૈયાર થયેલા નવા ડેરી સંકુલના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેનું સ્વાગત કરી પરંપરાગત સાફો પહેરાવવામાં આવ્યો હતો.
PM Modi in Gujarat Live: સૌરાષ્ટ્રમાં આરોગ્ય સેવા વધુ સારી બને તે માટે રાજકોટમાં એઇમ્સની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે હવે જામનગરમાં પણ વધુ એક આરોગ્યની ભેટ મળશે. જામનગરના ગોરધનપર ખાતે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન નિર્માણ પામશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિતિ રહેશે. ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળવાની સાથે ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે.
PM Modi in Gujarat Live: બનાસ ડેરીનાં સંકુલ લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બનાસ ડેરી તરફથી માતાજીની પંચધાતુની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ પ્રતિમાની અંબાજી નીજ મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા અભીષેક સાથે પુજા-વીધી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને બનસકાંઠામાં દિયોદર ખાતે લાવવામાં આવી હતી, જ્યાં બનાસ ડેરીના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનને આપવામાં આવશે.
PM Modi in Gujarat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન શિક્ષણ વિષે સંબોધન પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ દ્વારા રીએક્શન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું છે કે દેશના તમામ બાળકોને સારું શિક્ષણ મળવું જઈએ. જ્યાં સુધી બાળકોને સારું શિક્ષણ નહીં મળે ત્યાં સુધી ભારત વિશ્વગુરુ કઈ રીતે બની શકશે?
देश के हर बच्चे को अच्छी से अच्छी शिक्षा मिलनी चाहिए। जब तक हमारे बच्चों को अच्छी शिक्षा नहीं मिलेगी, भारत विश्वगुरु कैसे बनेगा? भारत के लोगों में बहुत क़ाबिलियत है, हम सब सरकारों को मिलकर सही नीयत और लगन से काम करने की ज़रूरत है। https://t.co/RWZtcmBm0j
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 19, 2022
PM Modi in Gujarat Live: વડાપ્રધાન મોદીએ આ અગાઉ 2013 અને 2016માં બનાસ ડેરીની મુલાકાત લઈ વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા. વડાપ્રધાને પોતાની આ યાદગીરી સોશિયલ મીડિયા પર યાદ કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે બનાસ ડેરીની ફરી મુલાકાત લઈને મને આનંદ થાય છે. મેં છેલ્લે 2016 માં ડેરીની મુલાકાત લીધી હતી. તે સમયે ડેરીના ઉત્પાદનોની શ્રેણી શરૂ કરવામાં આવી હતી. મેં 2013 માં ડેરીની મુલાકાત પણ લીધી હતી. અહીં બંને કાર્યક્રમોની ઝલક છે.
I am delighted to be visiting @banasdairy1969 yet again. I had last visited the Dairy in 2016. That time a series of products of the Dairy were launched. I had also visited the Dairy in 2013. Here are glimpses from both programmes. pic.twitter.com/J8xlTPHT6e
— Narendra Modi (@narendramodi) April 19, 2022
PM Modi in Gujarat Live: પીએમ મોદી ગાંધીનગરના રાજભવનથી નીકળ્યા છે. વડાપ્રધાનનો કાફલો બનાસકાંઠા જવા માટે રવાના થયો છે. વડાપ્રધાન મોદી થોડીવારમાં બનાસકાંઠા પહોંચશે. દિયોદર ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે બનાસ ડેરીના નવીન અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ થશે. પીએમ મોદી બનાસ ડેરીના 4 અલગ-અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. લોકાર્પણ બાદ બનાસકાંઠાની 3 લાખથી વધુ મહિલાઓને પીએમ મોદી સંબોધન કરશે.
PM Modi in Gujarat Live: પીએમ નરેન્દ્ર મોદી બનાસકાંઠાના કાર્યક્રમ બાદ જામનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે WHOવા સહકારથી બનતા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થશે. ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે મોરિશિયસના વડાપ્રધાન, ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને WHOના ડીજી , રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.
PM Modi in Gujarat Live: નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (માવો) અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ હશે.
PM Modi in Gujarat Live: પીએમ મોદી આજે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે, જ્યાં 600 કરોડના ખર્ચ બનેલા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે, પીએમ હેલિપેડથી સીધા જ બનાસ રેડિયો સ્ટેશન પહોંચશે. જ્યાં બનાસ રેડિયોનું ઉદ્ઘાટન કરશે. જ્યાં પીએમ મોદી પોતાનો સંદેશ પણ રેકોર્ડ કરાવશે. પીએમ મોદી રેડિયો સ્ટેશનના બિલ્ડિંગમાં જ મહિલા પશુપાલકો સાથે સંવાદ કરશે. આત્મનિર્ભર મહિલા પશુપાલકો સાથે પીએમ સંવાદ કરશે. બનાસ ડેરીથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરશે. 15-20 મિનિટ જેટલો સમય આ સંવાદમાં વિતાવશે. ત્યારબાદ બનાસ ડેરીના નવા પ્લાન્ટને ખુલ્લો મુકશે. ત્યાર બાદ પ્લાન્ટના અલગ અલગ પ્રકલ્પોની મુલાકાત લેશે. પીએમ ત્યાં બટાટા પ્રોસેસીંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે, જ્યારે પીએમ મોદી વર્ચ્યુઅલી 4 ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે. ત્યારબાદ સભા સ્થળે 3 લાખથી વધુ મહિલા પશુપાલકોને સંબોધન કરશે. પીએમ સાથે મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ, બનાસ ડેરી ચેરમેન હાજર રહશે.
Published On - 9:32 am, Tue, 19 April 22