PM મોદી સોમનાથ ટ્રસ્ટના નવા અધ્યક્ષ, બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

|

Jan 19, 2021 | 8:39 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. PM MODIને એક વર્ષના કાર્યકાળ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં સોમનાથ ટ્રસ્ટનું અધ્યક્ષ પદ ખાલી પડ્યું હતું. 29 ઓક્ટોબર 2020ના રોજ કેશુભાઈ પટેલનું અવસાન થયું હતું.

 

અધ્યક્ષ બનનારા બીજા વડાપ્રધાન

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનનારા બીજા વડાપ્રધાન બન્યા છે નરેન્દ્ર મોદી. આ પહેલા પૂર્વ વડાપ્રધાન મોરારાજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના આશીર્વાદ લેવા, પૂજન અર્ચન કરવા માટે ગુજરાત આવી શકે છે. જો કે હજી સુધી આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Published On - 8:49 pm, Mon, 18 January 21

Next Video