પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવને લઈ પ્રજા પરેશાન છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. આજે પણ પેટ્રોલમાં 34 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો ઝીંકાયો છે. નવા વધારા સાથે પેટ્રોલનો ભાવ 103.23 રૂપિયા અને ડીઝલનો ભાવ 102.68 રૂપિયા થઈ ગયો છે. રાજ્યના અમદાવાદ અને સુરત સહિત પેટ્રોલ-ડીઝલનો ભાવ 103 રૂપિયાને પાર થઈ ગયો છે. જે સામાન્ય જનતા માટે પોસાય તેમ નથી.
દરરોજ વધી રહેલી મોંઘવારીએ પ્રજાના ચહેરા પરની ખુશી છીનવી લીધી છે. કોરોના મહામારી બાદ વૈશ્વિક અર્થતંત્રમાં ઝડપભેર સુધારો થતા વિશ્વના દેશો તરફથી ક્રુડ ઓઈલની જંગી પ્રમાણમાં માગ નિકળી છે. આ સંજોગોમાં એક વર્ષ અગાઉ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 40-42 ડૉલરની સપાટી પર હતા તે હાલ બમણા થઈને 84 ડૉલર થઈ ગયા છે. વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ પર સરકાર પણ ચુપ છે. જ્યારે ભાજપ વિપક્ષમાં હતી ત્યારે આ મુદ્દે ખુબ હોબાળો અને વિરોધ કર્યો હતો. અને સત્તા પર બેસ્યા બાદ એ જ મુદ્દા અને વિરોધ ભૂલીને સરકાર પ્રજા પર ભાર ઠાલવતી જ જાય છે. તો હાલમાં કોંગ્રેસનો એટલો પ્રબળ વિરોધ પણ જોવા નથી મળી રહ્યો. હવે પ્રજાનું કોણ? પ્રજાના પ્રશ્નો કોણ ઉઠાવે એ પણ મોટો સવાલ છે.
આ પણ વાંચો: કોણ હશે ગાંધીનગર મહાનગરપાલિકા નવા મેયર? આ બે દાવેદારો રેસમાં છે અવ્વલ, આજે થશે ફેસલો
આ પણ વાંચો: Surendranagar: આરોગ્ય વિભાગની બેદરકારી, વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ આવી ગયું બીજા ડોઝનું સર્ટિફિકેટ