Surat: દિવાળીમાં ફરવા જવા માંગતા સુરતીઓ ખાસ વાંચો, મનપાએ વેક્સિનને લઈને કરી મોટી જાહેરાત

| Edited By: | Updated on: Oct 21, 2021 | 10:21 AM

Surat: દિવાળીમાં ફરવા જનારા લોકો પાસે વેક્સીન સર્ટિફિકેટ હોવું ફરજિયાત રહેશે. જેને લઈને ચેકિંગ પણ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ આ મહત્વનો નિર્ણય લીધો છે.

સુરતમાં તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના ભય અને તહેવારોને ધ્યાને રાખીને મહાનગરપાલિકાનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જાહેર કરવામાં આવ્યું છે કે દિવાળીમાં ફરવા જનારા લોકો પાસે વેક્સિનેશનનું સર્ટીફિકેટ હોવું ફરજિયાત છે. જી હા આને લઈને સુરત મનપાએ શહેરીજનોને વેક્સિનના બંને ડોઝ લેવા તાકીદ કરી છે. જાહેર છે કે ગત વર્ષે દિવાળી વેકેશન બાદ કોરોનાના કેસ વધ્યા હતા. જેને લઈને આ વર્ષે સાવચેતી જરૂરી છે. સુરત પાલિકાએ ફરવા જતા તમામ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ લેવા તાકીદ કરી છે.

જાહેર છે કે દેશમાં 100 કરોડ વેક્સિનના ડોઝ લાગી ચુક્યા છે. ત્યારે ગુજરાતમાં પણ વેક્સિનેશન અભિયાન જોરશોરથી ચાલુ છે. આવામાં તહેવારોમાં ભેગી થતી ભીડને લઈને ચિંતાઓ વ્યક્ત પણ કરવામાં અવી રહી છે. ત્યારે આ ભીડ ત્રીજી વેવને આમંત્રણ ના આપે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. દિવાળી ટૂર પર જનારા લોકો માટે આ નિર્ણય ખુબ મહત્વનો છે. ત્યારે મનપાને આ નિર્ણયથી ફાયદો થઇ શકે તેમ છે. લોકો આ નિર્ણય બાદ વધુ વેક્સિન લે તેવી સંભાવના છે.

 

આ પણ વાંચો: ત્રાહિમામ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો ઝીંકાયો, ભાવ 103 ને પાર! ક્યારે જાગશે સરકાર?

આ પણ વાંચો: કોણ હશે ગાંધીનગર મહાનગરપાલિકા નવા મેયર? આ બે દાવેદારો રેસમાં છે અવ્વલ, આજે થશે ફેસલો

Published on: Oct 21, 2021 10:16 AM