Petrol Price: કોરોનાના કહેર વચ્ચે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો, અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઓલટાઇમ હાઈ

|

May 11, 2021 | 2:02 PM

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં પાંચમી વખત ભાવમાં વધારો કરાયો છે.

દેશનો આમઆદમી છેલ્લા એક વર્ષથી કોરોનાનાં કહેરમાં ભીંસાઈ રહ્યો છે. નોકરીનાં ફાંફાં છે, આવક ઘટી ગઈ છે. પેટિયું રળવા બે છેડા માંડમાંડ ભેગા થાય છે ત્યારે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં પાંચમી વખત ભાવમાં વધારો કરાયો છે.

પેટ્રોલનાં ભાવમાં લિટરદીઠ ૨૬ પૈસા અને ડીઝલનાં ભાવમાં લિટરે ૩૩ પૈસા વધારવામાં આવ્યા છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ સોમવારે ૨૫ પૈસા વધીને ઓલ ટાઇમ હાઇ રૂ.૮૮.૬૨ પ્રતિ લિટર થયા છે, જ્યારે ડીઝલના ભાવ ૩૫ પૈસા વધીને રૂ.૮૮.૩૫ પ્રતિ લિટર થયા છે. દિલ્હીમાં ડીઝલના ભાવ લિટરે રેકોર્ડ બ્રેક રૂ.૮૨.૦૬ થયા છે. પેટ્રોલનો ભાવ ઓલટાઈમ હાઈ રૂ.૯૧.૫૩ થયો છે.

અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો યથાવત્ છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઓલટાઇમ હાઈ સપાટી પર પહોંચી ગયો છે. પેટ્રોલનો ભાવ 88.91 રૂપિયા પ્રતિ લીટર અને તો ડીઝલનો ભાવ 88.71 રૂપિયા પ્રતિ લીટર છે. છેલ્લા 1 અઠવાડિયામાં 5 વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવતા લોકો પરેશાન છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે વાહનચાલકો પણ પરેશાન છે.વાહનચાલકોની માંગ છે કે પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડવામાં આવે. વાહનચાલકોનો આક્ષેપ છે કે મોંઘવારી પર કાબૂ મેળવવામાં સરકાર નિષ્ફળ નીવડી છે.

Published On - 1:59 pm, Tue, 11 May 21

Next Video