Dahod: આ ગામમાં ડેન્ગ્યુ, કોલેરા, મેલેરિયા વધતા લોકોમાં ફફડાટ, ગંદકીની ફરિયાદ સામે તંત્ર બહેરું

|

Sep 20, 2021 | 3:54 PM

દાહોદ શહેરને અડીને આવેલા રળીયાતી ગામમાં અતિશય ગંદકીને કારણે ડેન્ગ્યુ, કોલેરા અને મેલેરિયા જેવા ગંભીર રોગો બેકાબૂ બન્યા છે.

રાજ્યભરમાં વરસાદના પ્રકોપ બાદ હવે મચ્છરજન્ય રોગનો પ્રપોક જોવા મળી રહ્યો છે દાહોદ (Dahod) શહેરને અડીને આવેલા રળીયાતી (Raliyati) ગામમાં અતિશય ગંદકીને કારણે ડેન્ગ્યુ (Dengue), કોલેરા (Cholera) અને મેલેરિયા (Malaria) જેવા ગંભીર રોગો બેકાબૂ બન્યા છે. સ્થાનિક લોકોમાં આ બીમારીઓને કારણે ફફડાટ ફેલાઈ ગયો છે. હોસ્પિટલોમાં રળીયાતી ગામના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુ, કોલેરા, મેલેરિયાના 25 થી 35 દર્દીઓ હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

ગ્રામ પંચાયત હસ્તક આવતા રળીયાતી ગામમાં અત્યારે 2 હજાર લોકો રહે છે. જેમાં મોટા ભાગની શ્રમિક વસ્તી છે. રળીયાતીમાં રસ્તા, ગટર, અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે ઠેર ઠેર ગંદકી જોવા મળે છે જેને કારણે ગામમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોએ કબજો જમાવ્યો છે. ગામના લોકોએ અગાઉ એનેક વાર સ્થાનિક તંત્રને ગામની ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર તરફથી કોઈ પગલાં ન લેવાતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે ગુજરાતના અનેક વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. વાત કરીએ તો ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી સરેરાશ 100થી વધારે ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે અને ખાનગી હોસ્પિટલમાં ૩૦થી ૪૦ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે મનપાના કમિશનર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે ઘરની આજુબાજુ કે ઘરના બંધારામાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં પણ આ રોગની ફરિયાદો વધી છે.

આ પણ વાંચો: Monsoon: આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે કેવો વરસાદ

આ પણ વાંચો: Anand: ફિલ્મી પ્લાન બનાવીને હવસ સંતોષનાર ફોટોગ્રાફર ,વકીલ અને સરકારી ડોક્ટરની ધરપકડ: ચોંકાવનારી છે આ ઘટના

Next Video