
સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના પરિવાર પાસેથી ઈન્જેક્શનના રૂપિયા લેવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો. જેને લઈ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે એવી સ્પષ્ટતા કરી છે કે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના પરિવારની અણસમજથી આવો બનાવ બન્યો હતો. સુપરિન્ટેન્ડેન્ટની વાત માનીએ તો પહેલા એવી સિસ્ટમ હતી કે દર્દીને હોસ્પિટલમાંથી પ્રાઈવેટમાં રીફર કરવામાં આવે તો તેને ઈન્જેક્શના નાણા ચૂકવવા પડતા હતા. પરંતુ નવા આદેશ પ્રમાણે તે નાણા ચૂકવવાના રહેતા નથી. પરંતુ દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલમાંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં જાય ત્યારે તેને રસીદ આપવામાં આવે છે. તે રસીદ સાચવીને રાખવાની હોય છે. પ્રાઈવેટમાં ગયા પછી જો ઈન્જેક્શનની જરૂર પડે તો તે રસીદ બતાવીને મફતમાં ઈન્જેક્શન લઈ જવાનું હોય છે. પરંતુ આ કેસમાં દર્દીએ રસીદ બતાવી નહોતી કે હોસ્પિટલના સ્ટાફે માગી નહોતી. જેના કારણે આ બનાવ બન્યો હતો. જો દર્દીનો પરિવાર રસીદ લઈને આવશે તો તેને નાણા પરત કરી દેવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો