PATAN : સતત વરસાદના કારણે વાવેતરમાં બગાડ શરૂ, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

|

Sep 20, 2021 | 11:58 PM

સતત પડતા વરસાદથી ચોમાસાના વાવેતરમાં બગાડ શરૂ થયો છે. કપાસનો તૈયાર પાક કાળો થઇ ગયો છે, તો બાજરી પર આવેલ દાણાં પણ કાળા થવા લાગ્યા.

PATAN : પહેલા વરસાદ એવો ખેંચાયો કે વાવેતર પર સંકટ ઉભુ થયું અને બાદમાં વરસાદ જગતના તાત માથે ચિંતાના વાદળ બનીને વરસ્યો. આ વાત છે પાટણ જિલ્લાની કે જ્યાં ચોમાસાની શરુઆતથી મોંઘી દવા, મોંઘી ખેડ, મોંઘું બીયારણ સહિતનો ખર્ચ કર્યો અને તૈયાર પાક કર્યો, પરંતુ ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા જગતના તાતે તૈયાર તરેલ મોંઘો પાક નીષ્ફળ જવાનો ભય સતાવવા લાગ્યો છે. કેમ કે સતત પડતા વરસાદથી ચોમાસાના વાવેતરમાં બગાડ શરૂ થયો છે. કપાસનો તૈયાર પાક કાળો થઇ ગયો છે, તો બાજરી પર આવેલ દાણાં પણ કાળા થવા લાગ્યા છે તેટલું જ નહિ એરંડા અને કઠોળનું વાવેતર પર પણ સંકટ છવાયું છે.

સતત વરસાદને કારણે કપાસ, અડદ, એરંડા, વગેરે પાક બગાડવા લાગ્યા છે. જયારે જરૂર હતી ત્યારે વરસાદ પડ્યો નહી અને ખેડૂતોએ બોરના પાણીથી મહા મહેનતે સિંચાઈ કરી પાકને બચાવ્યો, ત્યાં હવે સતત પડી રહેલા વરસાદને પાકનું નિકંદન નીકળી જવાનો ભય ખેડૂતોને ડરાવી રહ્યો છે.

તો બીજી તરફ ખેતી નીયામકે ભારે વરસાદથી થતાં નુકસાનને બચાવવા માટે ખેડૂતોને પાકને નુકસાન બચાવવા અમુક સલાહ આપી છે.ખેતી નીયામકે કહ્યું કે ઉભો પાક હોય અને સતત પડી રહેલા વરસાદને કારણે જો ખેતરમાં પાણી ભરાઈ રહેતા હોય તો પાકને નુકસાન થવાની સંભાવના છે. આવા સંજોગોમાં ખેડૂતોએ પાકમાં પાણી ભરાય નહિ તે માટે પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ.

આ પણ વાંચો : પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરીએ આત્મહત્યા કરી, જાણો સ્યુસાઇડ નોટમાં શું લખ્યું

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Published On - 11:46 pm, Mon, 20 September 21

Next Video