પાટણમાં ICU સાથેની અધ્યતન હોસ્પિટલ ધરાવતા તબીબ પાસે ડિગ્રી જ નથી, ભાંડો ફૂટતાં ફરાર થઈ ગયો

બોગસ ડીગ્રીના આધારે ડો. યોગેશ પટેલ ICU અને હોસ્પિટલ ચલાવતો હતો અને MD અને MBBSની બોગસ ડીગ્રી દર્શાવી પ્રેકિટસ કરતો હોવાથી યોગેશ પટેલ હાજર થવા મામલે CDHOએ નોટિસ ફટકારી છે.

પાટણમાં ICU સાથેની અધ્યતન હોસ્પિટલ ધરાવતા તબીબ પાસે ડિગ્રી જ નથી, ભાંડો ફૂટતાં ફરાર થઈ ગયો
Patans bogus doctor Yogesh Patel went underground
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:24 AM

રાજ્યમાં બોગસ તબીબો ઝડપાવાના કિસ્સા વારંવાર સામે આવતા રહે છે. જોકે આ બધા તબિબો નાના ક્લીનિક ધરાવતા હોય છે અને દર્દીઓમાં માત્ર દવા કે ઇન્જેક્શન આપતા હોય છે પણ પાટણમાં એક બોગસ તબીબે તો હદ કરી નાખી. તેણે એક અધ્યતન હોસ્પિટલ ઉભી કરી દીધી જેમાં આઈસીયુની પણ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી અને પોતાનાની પાસે ડિગ્રી ન હોવા છતાં સારવારના નામે દર્દીઓ સાથે ચેડાં કરી તેમના જીવ જોખમમાં મુક્યા છે. ભળતા નામની સાથે MD અને MBBS જેવી તબીબી ડીગ્રી બનાવીને પ્રેકિટસ કરતો હોવાની સમગ્ર ઘટના IMAના ધ્યાને આવતાં ડૉ. યોગેશ પટેલ ફરાર થયો છે.

આરોગ્ય વિભાગની કાર્યવાહી વચ્ચે પાટણનો બોગસ તબીબ યોગેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પ્રસિદ્ધ હોસ્પિટલના ICU પર નોટિસ લગાવી હોવા છતાં યોગેશ પટેલે રાતોરાતો બોર્ડ ઉતારી લીધા. ત્યારે યોગેશ પટેલને હાજર થવા માટે આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારી છે. મહત્વપૂર્ણ છે કે યોગેશ પટેલ બોગસ ડિગ્રીના આધારે ICU અને હોસ્પિટલ ચલાવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો તો ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ યોગેશ પટેલ વિરૂદ્ધ રિપોર્ટ કર્યો છે.

યોગેશ પટેલની હોસ્પિટલ પર પહેલા પ્રસિદ્ધ હોસ્પિટલના બોર્ડ, ICU સેન્ટર સહિત અન્ય માહિતી દર્શાવામાં આવી હતી. જોકે તંત્રની કાર્યવાહીને પગલે યોગેશ પટેલે હોસ્પિટલ પરથી તમામ પ્રકારના બોર્ડ ઉતારી લીધા. અને ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયો. મહત્વપૂર્ણ છે યોગેશ પટેલે દર્શાવેલી MBBS અને MDની ડિગ્રી અન્ય તબીબના નામે રજીસ્ટર થયેલી છે. પોતાના નામે કોઇ જ ડિગ્રી ન હોવાછતાં યોગેશ પટેલ MBBS અને MDની ડિગ્રીના આધારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ઉલ્લેખનીય છે કે યોગેશ પટેલ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ તથા રાધનપુરમાં પ્રેક્ટિસ કરી ચૂક્યો છે.

બોગસ ડીગ્રીના આધારે ડો. યોગેશ પટેલ ICU અને હોસ્પિટલ ચલાવતો હતો અને MD અને MBBSની બોગસ ડીગ્રી દર્શાવી પ્રેકિટસ કરતો હોવાથી યોગેશ પટેલ હાજર થવા મામલે CDHOએ નોટિસ ફટકારી છે. IMA (ઇન્ડીયન મેડિકલ કાઉન્સિલ )ની તપાસમાં આ હકીકત સામે આવી છે. ડો. યોગેશ પટેલની તબીબી ડીગ્રી મામલે GMC (ગુજરાત મેડિકલ કાઉન્સિલ ) પણ હરકતમાં આવ્યું છે. GMCએ પણ ડો. યોગેશ પટેલની ડીગ્રી બોગસ હોવા મામલે રીપોર્ટ આપ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી યોગેશ પટેલ MD અને MBBSની ડીગ્રી દર્શાવી ICU અને હોસ્પિટલ ચલાવી રહ્યો હતો.

Published On - 11:22 am, Tue, 14 June 22