Patan: HNGUના કુલપતિનું વઘુ એક કૌંભાડ, તપાસ સમિતિના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

|

Mar 30, 2021 | 5:43 PM

Patan: HNGU (હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી)ના કુલપતિ ફરી વિવાદોમાં આવ્યા છે. ટીવી નાઈન પાસે ડૉ.જે.જે વોરાના કૌભાંડના પુરાવા હાથે લાગ્યા છે.

Patan: HNGU (હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી)ના કુલપતિ ફરી વિવાદોમાં આવ્યા છે. ટીવી નાઈન પાસે ડૉ.જે.જે વોરાના કૌભાંડના પુરાવા હાથે લાગ્યા છે. ખોટી સહી મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ડૉ. પી.જે પટેલની અધ્યક્ષતા હેઠળ બનેલી તપાસ સમિતિની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઉપરાંત પ્રહલાદ ઠાકોરના નામની સામે પોપટ નામની ખોટી સહી દર્શાવતું તપાસ રીપોર્ટ સામે આવ્યું છે.

 

 

જે.જે વોરા કેમિસ્ટ્રી વિભાગના વડા હતા, તે સમયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ખોટા બીલો રજૂ કરી લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાના સામે પુરાવા હવે સામે આવ્યા છે. કુલપતિએ સ્કોલરશીપ, કર્મચારીઓના ભથ્થા, રી ટેસ્ટ પરીક્ષાના નામે રૂપિયા ઉઘરાવ્યા હતા. તપાસ સમિતિના રિપોર્ટમાં ડૉ.જે.જે વોરાની કથિત સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે.

 

આ પણ વાંચો: Gandhinagar Corporation Election: ઉમેદવાર પસંદગી માટે ભાજપમાં ગુંચવાયું કોકડુ, CMની અધ્યક્ષતામાં મળી બેઠક

Next Video