Patan: ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી, ‘ગટરો ઉભરાતી બંધ કરો.. પછી માગો મત’

|

Feb 03, 2021 | 12:53 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કામ નથી કર્યું તેવા નેતાઓની પોલ ખુલવા લાગી છે. જે વિસ્તારમાં વિકાસ નથી થયો તે વિસ્તારની પ્રજા રોષ ઠાલવીને ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા લાગી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કામ નથી કર્યું તેવા નેતાઓની પોલ ખુલવા લાગી છે. જે વિસ્તારમાં વિકાસ નથી થયો તે વિસ્તારની પ્રજા રોષ ઠાલવીને ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવા લાગી છે. પાટણમાં શહેરની નીચાણવાળી સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી સતત ભરાયેલું રહેતું હોવાથી સ્થાનિકો પરેશાન છે. અનેક રજૂઆતો છતાં વર્ષોથી સમસ્યાનો ઉકેલ નથી આવતો, જેને પગલે સ્થાનિકોએ ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ દર્શાવ્યો છે. ગાંઘીજીના ત્રણ વાંદરાની પ્રતિકૃતિ દર્શાવીને નેતાઓને તેમના વચનો યાદ અપાવ્યા હતા. સાથે જ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Next Video