ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી જતા એરંડાનો તમામ પાક નાશ પામ્યો, જુઓ VIDEO

|

Nov 10, 2019 | 3:16 PM

પાટણમાં માવઠાએ ભલે ખેડૂતોની મુશ્કેલી ન વધારી હોય પરંતુ ઈયળોએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. પાટણના સાંતલપુરમાં ઈયળોએ જાણે આતંક મચાવ્યો છે. ખેતરોમાં એકાએક ઈયળોનો ઉપદ્રવ એવો વધી ગયો કે એરંડાનો તમામ પાક નાશ પામ્યો છે. ચોમાસુ વિત્યા બાદ ખેડૂતોને આશા હતી કે, એરંડાનું વાવેતર કરવાથી વર્ષ સારુ જશે. પરંતુ ઈયળોએ ખેતરનો તમામ […]

ઈયળોએ મચાવ્યો આતંક: એકાએક ઈયળોનો ઉપદ્રવ વધી જતા એરંડાનો તમામ પાક નાશ પામ્યો, જુઓ VIDEO

Follow us on

પાટણમાં માવઠાએ ભલે ખેડૂતોની મુશ્કેલી ન વધારી હોય પરંતુ ઈયળોએ જગતના તાતની ઊંઘ હરામ કરી દીધી છે. પાટણના સાંતલપુરમાં ઈયળોએ જાણે આતંક મચાવ્યો છે. ખેતરોમાં એકાએક ઈયળોનો ઉપદ્રવ એવો વધી ગયો કે એરંડાનો તમામ પાક નાશ પામ્યો છે. ચોમાસુ વિત્યા બાદ ખેડૂતોને આશા હતી કે, એરંડાનું વાવેતર કરવાથી વર્ષ સારુ જશે. પરંતુ ઈયળોએ ખેતરનો તમામ પાકનો નાશ કરી દીધો છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ પણ વાંચો: VIDEO: મિશ્રઋતુને કારણે રોગચાળાના કેસમાં વધારો, ચાલુ વર્ષે શંકાસ્પદ ડેન્ગ્યુથી 9 લોકોના મોત

ખાસ કરીને સાંતલપુરના મઢૂત્રા ગામમાં ઈયળોના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે. ધરતીપુત્રોએ 15 હજાર હેક્ટર જમીનમાં એરંડાનું વાવેતર કર્યું હતું. પરંતુ તમામ પાક નાશ પામ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એવુ નથી કે ખેડૂતો પાકને બચાવવા માટે દવા નથી છાંટતા પરંતુ દવા છાંટ્યા બાદ પણ એક દિવસમાં ફરી ઈયળો આવીને પાકનો નાશ કરી નાખે છે. જેના કારણે ખેડૂતોને બમણુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ઈયળોના કારણે ત્રાસી ઉઠેલા ખેડૂતો સરકાર પાસે મદદની આશ લગાવી રહ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article