Patan: સાંતલપુર નજીક તેલ ભરેલું ટેન્કર પલટી ગયું, આસપાસના લોકોએ તેલની લૂંટ ચલાવી

|

Mar 09, 2021 | 12:38 PM

પાટણના સાંતલપુર નજીક તેલ ભરેલું ટેન્કર પલટી જતા આખુ ખાબોચીયુ તેલથી ભરાઈ ગયું. પછી તો પૂછવું જ શું. ગ્રામજનોએ રસ્તાની બાજુમાં ઢોળાયેલા તેલની લૂંટ ચલાવી.

પાટણના સાંતલપુર નજીક તેલ ભરેલું ટેન્કર પલટી જતા આખુ ખાબોચીયુ તેલથી ભરાઈ ગયું. પછી તો પૂછવું જ શું. ગ્રામજનોએ રસ્તાની બાજુમાં ઢોળાયેલા તેલની લૂંટ ચલાવી. કોઈ ડોલ લઈને આવ્યું તો કોઈ કેરબામાં તેલ ભરી ગયું. રસ્તાની બાજુમાં પલટી ગયેલા ટેન્કરમાંથી તેલ ઢોળાઈ ગયું અને લોકો ઘરેથી લઈ આવેલા વાસણોમાં તેલ ભરીને લઈ ગયા. ગરીબ પરિવારો માટે જાણે અણધાર્યો લાભ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા.

Next Video