CR પાટીલે ટિકિટ ન મળતા નારાજ થઈ જતા નેતાઓના કાન પકડ્યા! ‘નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ’

|

Oct 25, 2021 | 8:11 AM

CR પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. જ્યાં પાટીલે આડકતરી રીતે ટિકિટ ન મળતા નારાજ થઇ જતા નેતાઓના કાન પકડ્યા છે.

વાપીની મુલાકાતે પહોંચેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ટકોર કરી છે. CR પાટીલે કહ્યું કે, નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ. મહત્વનું છે કે પાટીલે પારડી વિધાનસભા બેઠકના ભાજપની પેજ કમિટીના સંમેલનમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં પાટીલે ભાજપના પેજ કમિટી અને તેની તાકાત તેમજ ભાજપના સંગઠનની શક્તિ વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સીઆર પાટીલે કોઈપણ ચૂંટણી જીતવા એકલી લોકપ્રિયતા નહિ, પરંતુ સંગઠનની શક્તિ અને કાર્યકર્તાઓની ફોજ હોવી ખૂબ જ જરૂરી છે તેવું જણાવ્યું હતું.

પાટીલે નેતાઓ અને કાર્યકરોને આડકતરી રીતે ઈશારો કરીને કહ્યું, હવે ટિકિટ નહીં મળતા નારાજ થતાં કે પાર્ટી બદલતા નેતાઓએ પણ સમજવાની જરૂર છે. પાટીલે કહ્યું કે હવે પેજ કમિટીની તાકાત એટલી છે કે હવે કોઈ એક વ્યક્તિ નારાજ થાય તો પાર્ટીનું પરિણામ બદલાશે તેવું કોઈ વિચારી રહ્યું હોય તો એ ખોટું છે. નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું જોઈએ.

પાટીલે આડકતરી રીતે ટિકિટ ન મળતા નારાજ થઇ જતા નેતાઓના કાન પકડ્યા છે. અને કહ્યું કે નેતાઓએ પણ કાર્યકર બનીને જ રહેવું જોઈએ. પ્રદેશ ભાજપ પ્રમુખના મતે ચૂંટણી જીતવા માટે કાર્યકરોની ભૂમિકા મહત્વની છે. પેજ કમિટીની તાકાત પર જ ચૂંટણીનું પરિણામ આવે છે.

 

આ પણ વાંચો: Surat: સ્પિચ આપતા આપતા ગૃહ રાજ્યમંત્રી થયા ભાવુક, કેમ આવ્યા હર્ષ સંઘવીની આંખોમાં હર્ષના આંસુ?

આ પણ વાંચો: ITR Filing : 31 ઓક્ટોબર સુધી કોઈપણ ચાર્જ વિના ફાઈલ કરી શકાશે Income Tax Return, જાણો કઈ રીતે?

Next Video