ગુજરાતમાં 5 થી 7 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

|

Aug 03, 2020 | 11:31 AM

બંગાળની ખાડીમાં આવતીકાલે આકાર પામનાર હવાના હળવા દબાણને પગલે, ગુજરાતમાં 5થી 7 ઓગસ્ટમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 5 અને 6 ઓગસ્ટે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સાતમી ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. ક્યાક ક્યાક ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં […]

ગુજરાતમાં 5 થી 7 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

Follow us on

બંગાળની ખાડીમાં આવતીકાલે આકાર પામનાર હવાના હળવા દબાણને પગલે, ગુજરાતમાં 5થી 7 ઓગસ્ટમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 5 અને 6 ઓગસ્ટે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સાતમી ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. ક્યાક ક્યાક ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં 43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Next Article