ગીર સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર અને ઊનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ જૂનાગઢના માંગરોળમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. સૂત્રાપાડામાં સાત ઈંચ વરસાદ વરસતા ચોમેર પાણી પાણી થઈ ગયુ છે. જૂનાગઢના માંગરોળમાં ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર જ કલાકમાં જૂનાગઢના માંગરોળ […]

ગીર સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ
| Updated on: Aug 04, 2020 | 4:55 AM

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગીર સોમનાથના સૂત્રાપાડા, કોડીનાર અને ઊનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ જૂનાગઢના માંગરોળમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. સૂત્રાપાડામાં સાત ઈંચ વરસાદ વરસતા ચોમેર પાણી પાણી થઈ ગયુ છે. જૂનાગઢના માંગરોળમાં ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના ચાર જ કલાકમાં જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં ચાર ઈંચ, વેરાવળમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં આઠ કલાકમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો છે.  ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.  હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.