
સતત બીજા દિવસે અમરેલીના વાતાવારણમાં પલટો આવ્યો છે. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે જાફરાબાદ તાલુકાના ગામોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠાના ઝેરડા ગામે થયો લૂંટનો પ્રયાસ સમગ્ર ઘટના કેદ થઈ CCTVમાં, જુઓ આ VIDEO
ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ ખાંભા તાલુકામાં પણ વરસાદ પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના અને ફુંકાતા ભારે પવનને કારણે કેરી સહિતના પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.