પંચમહાલ (Panchmahal) જિલ્લાના ઘોઘંબા (Ghoghamba) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ (Tiger) અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયા (Social media) માં વાયરલ (Viral) થયેલા ફોટો અંગે વન વિભાગ (Forest Department) દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે સ્થિતિ વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી થવા પામી છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગોયાસુંડલ ગામ અને તેની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં વાઘ અને દીપડો આવી માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના ફોટા અને મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા સ્થાનિક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, ગત વર્ષે આજ સમય દરમિયાન આજ ગામમાં દિપડાના હુમલા થવાને લઈને 3ના મોત થયા હતા જયારે 2 ને ઈજાઓ પણ થવા પામી હતી, જેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ ને લઈને આ ગામ સહીત આસપાસના મોટાભાગના ગામોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થાયેલા મેસેજને લઈને વન વિભાગ દ્વારા સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને આ ગામના આસપાસમાં આવેલા ગીચ જંગલ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું તેમજ વાયરલ થયેલા ફોટો પ્રમાણે તપાસ પણ કરવામાં આવી. જે તપાસ બાદ આ પ્રકારની કોઈપણ ઘટના આ વિસ્તારમાં ન હોવાનું સામે આવ્યું છે.
વન વિભાગ દ્વારા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને સ્થાનિક ગ્રામજનોને વાયરલ થયેલ ફોટાઓ તેમજ સંદેશાઓ ખોટા હોવાનું જણાવી ભયમુક્ત રહેવા માટે તેમજ સાવચેતી માટે ગીચ જંગલ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પણ સોશિયલ મીડિયામાં ફેક મેસેજ -ફોટોસ વાયરલ થતા હોય વન વિભાગ દ્વારા આ ખોટા મેસેજ ફેલાવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાલ તો વન વિભાગ અને સ્થાનિકોની સ્થિતિ વાઘ આવ્યો વાઘ આવ્યો જેવી થવા પામી છે. પંચમહાલ વન વિભાગના રાજગઢ રેન્જના વન અધિકારી સહિતના વનકર્મીઓ દ્વારા ગીચ જંગલ વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આવી કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યા બાદ સ્થાનિકોને આ સમગ્ર મામલો ખોટો હોવાનું જણાવી ભયમુક્ત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે પણ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ VADODARA: પાથરણવાળાથી વેપારીઓ તોબા પોકારી ગયા, સમસ્યાના ઉકેલ માટે કર્યું એવું કે તંત્ર દોડતું થયું
આ પણ વાંચોઃ ગુજરાતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું, અમદાવાદમાં 8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડીનો અનુભવ
Published On - 1:19 pm, Mon, 10 January 22