PANCHAMAHAL : જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળસપાટીમાં નોંધપાત્ર ઘટાડો

|

Aug 23, 2021 | 9:16 PM

Panam Dam of Panchmahal : પાનમ ડેમમાં માત્ર 37 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે..જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે અને ડેમમાં પાણીની આવક નહીં થાય તો વિકટ સ્થિતિ સર્જાય તેવા અંધાણ વર્તાઇ રહ્યા છે.

PANCHAMAHAL : વરસાદ ખેંચાતા પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળસપાટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.હાલ જિલ્લાના મુખ્ય ગણાતા પાનમ ડેમમાં માત્ર 37 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે..જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે અને ડેમમાં પાણીની આવક નહીં થાય તો વિકટ સ્થિતિ સર્જાય તેવા અંધાણ વર્તાઇ રહ્યા છે.હાલ પાનમ ડેમમાંથી સિંચાઇ માટે 700 ક્યુસેક પાણી અપાઇ રહ્યુ છે.જો વરસાદ નહીં થાય તો સિંચાઇ માટે પાણી આપવું મુશ્કેલી બનશે તેવું અધિકારીઓનું માનવું છે..ઉલ્લેખનીય છે કે પાનમ ડેમમાં જુલાઇ-2022 સુધી 120 MCM પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખાયો હોવાનું પાનમ યોજનાના અધિકારીઓ જણાવી રહ્યા છે.

પાનમ ડેમમાં છેલ્લે એક મહિના પહેલા નવા નીરની આવક થઇ હતી. પંચમહાલના ગોધરા, હાલોલ, કાલોલ, મોરવા હડફ, શહેરા, ઘોઘંબા, જાબુંઘોડામાં વરસાદ વરસાદ થતા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં નવા નીરની આવક થિયા હતી. ત્યારે પાનામ ડેમમાં 2141 ક્યુસેક પાણીની થઈ આવક પાનમ ડેમની જળસપાટી 120.65 મીટર પર પહોંચી હતી.

જૂન મહિનામાં પાનમ ડેમમાં પાણીનો એટલો વધુ જથ્થો હતો કે જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગને લઈને પાનમ ડેમમાંથી કેનાલમાં ડાંગરના પાક માટે પાણી 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા 100 ગામના ખેડૂતોને લાભ થયો હતો.

આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 23 ઓગષ્ટે કોરોનાના નવા 14 કેસ, એક પણ મૃત્યુ નહીં, 5 લાખ લોકોનું રસીકરણ થયું

 

Next Video