Panchmahal: હાલોલની મોડેલ સ્કૂલનો છબરડો, ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીનીને આપ્યો ધોરણ 11માં પ્રવેશ

|

Jun 10, 2021 | 4:19 PM

વિદ્યાર્થીનીનું ધોરણ 12માંની પરીક્ષાનું ફોર્મ ભરતી વેળાએ આ ભૂલ સામે આવી હતી. ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીનીના શાળા સંચાલકોની ભૂલના કારણે અભ્યાસના 2 વર્ષ બગડ્યા હોવાનું સામે આવ્યું છે.

Panchmahal: હાલોલની મોડેલ સ્કૂલનો છબરડો, ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીનીને આપ્યો ધોરણ 11માં પ્રવેશ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Panchmahal: હાલોલની સરકારી મોડેલ સ્કૂલ (Halol Model School)માં ગંભીર છબરડો સામે આવ્યો છે, ધોરણ 10માં નાપાસ થયેલી વિદ્યાર્થિનીને 11માં ધોરણમાં પ્રવેશ આપી દીધો છે. વિદ્યાર્થીનીનું ધોરણ 12માંની પરીક્ષાનું ફોર્મ ભરતી વેળાએ આ ભૂલ સામે આવી હતી. ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીનીના શાળા સંચાલકોની ભૂલના કારણે અભ્યાસના 2 વર્ષ બગડ્યા હોવાનું સામે આવ્યું છે.

 

હાલોલ જી. આઈ. ડી. સી.માં આવેલી મોડલ સ્કૂલમાં બે વર્ષ અગાઉ ધોરણ 10માં નાપાસ હોવા છતાં 11માં ધોરણમાં એડમિશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના વાલીને ખ્યાલ ન હતો કે વિદ્યાર્થીની 10માં ધોરણમાં નાપાસ થયેલ છે ત્યારે સર્ટી રીઝલ્ટ લઈને બે વર્ષ અગાઉ મોડેલ સ્કૂલમાં એડમિશન માટે ગયા હતા, ત્યારે મોડલ સ્કૂલમાં સંચાલકો દ્વારા પરિણામ જોયા વગર જ અગિયારમાં ધોરણમાં એડમિશન આપી દેવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

અગિયારમાં ધોરણમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીનીએ ફાઈનલ પરીક્ષા આપી તે પરીક્ષા પાસ પણ કરી દીધી અને બારમાં ધોરણમાં આખુ વર્ષ ઓનલાઈન પણ અભ્યાસ કર્યો, જ્યારે 12માં ધોરણનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું, ત્યારે વર્ગશિક્ષકને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીની ધોરણ 10માં નાપાસ છે. ત્યારે શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું તો 10માં નાપાસ છે એટલા માટે તું બારમા ધોરણની પરીક્ષા નહીં આપી શકે!

 

ધોરણ 10માં પોતે નાપાસ હોવાની વાત જાણીને વિદ્યાર્થીનીના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી, સમગ્ર હકીકતની જાણ વિદ્યાર્થીને પોતાના વાલીને કરી હતી, વાલી દ્વારા આ મામલે શાળામાં સંપર્ક કરવામાં આવતા શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની આશાને ધોરણ 10ની પરીક્ષા આપવી પડશે અને તે પાસ કર્યા પછી જ ધોરણ 12 ની પરીક્ષા આપી શકશે. ત્યારે વિદ્યાર્થીની તેમજ તેના વાલી માંગ કરી રહ્યા છે કે શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીનીના 2 વર્ષ બગડ્યા છે ત્યારે તેની જવાબદારી કોની?

 

આ ગંભીર ભૂલ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીએ માંગ કરી છે. સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના આચાર્ય તેમજ વર્ગ શિક્ષક સહિત વિદ્યાર્થીની અને તેના વાલીને પણ જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે આ પ્રકારની ભૂલ કરનાર શાળાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી વિદ્યાર્થીનીને ધોરણ 10 પાસ કરવું જ પડશે તેવો રાગ આલાપ્યો હતો.

 

ત્યારે વિદ્યાર્થીની આશાના અભ્યાસના બગડેલા 2 વર્ષનું શું? તે પ્રશ્નનો જવાબ હાલ કોઈ પાસે નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકોની ગંભીર ભૂલ એક વિદ્યાર્થીના અભ્યાસના બે વર્ષ બગાડ્યા છે, ત્યારે આ વિદ્યાર્થીને ધોરણ 10 સુધીમાં એવું તો કેવું શિક્ષણ આપવામાં આવ્યું કે આ વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ બોર્ડ દ્વારા આપવામાં આવેલી પોતાની જ માર્કશીટ સમજી ન શકી અને એટલું પણ જાણી ન શકી કે પોતે આપેલી પરીક્ષાનું શું પરિણામ આવ્યું છે.

Next Article