પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવ ગામે શાળા ખસેડવા મુદ્દે વિવાદ વકર્યો છે. મિશ્રશાળાના બે વર્ગો જર્જરીત હોવાથી ધોરણ 7 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓને SRP શાળામાં ખસેડવામાં આવ્યા છે. જેને પગલે ધોરણ 1થી 6ના વાલીઓએ જોરદાર વિરોધ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાલીઓએ તેમના બાળકોને ખાનગી શિક્ષક રોકીને મિશ્ર શાળાની બહાર ટેન્ટ બાંધીને બાળકોને શિક્ષણ અપાવવાનું શરૂ કર્યું છે. વાલીઓએ તેમના બાળકોને જર્જરીત શાળામાં બેસાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
જ્યાં સુધી સમારકામ ન થાય ત્યાં સુધી શાળાની બહાર બેસાડીને જ તેઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવશે. વાલીઓનો આક્ષેપ છે કે થોડા સમય પહેલા જ તેમને જર્જરીત શાળાના સમારકામનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ વાયદો પૂર્ણ ન થતાં વાલીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:28 am, Fri, 14 June 19