VIDEO: ગામમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો ફરિયાદ નોંધાવવા ફોન કરી રહ્યા હતા અને અધિકારીઓ ઊંઘમાં મસ્ત

પંચમહાલના કાલોલના વીજ કંપનીના કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થયો છે…રાત્રિના સમયે કંટ્રોલ રૂમમાં પ્રજાની ફરિયાદો સાંભળીને હલ કરવાની જગ્યાએ મીઠી ઉંઘ માણી રહ્યા છે. કર્મચારીઓએ ફોનનું રિસીવર પણ બાજુમાં મૂકી દીધુ છે અને કાલોલના દેલોલ ગામમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે વીજળી ગુલ થઈ ગઈ હતી. લાંબા સમય બાદ પણ વીજ પુરવઠો પૂર્વવત ન થતા […]

VIDEO: ગામમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો ફરિયાદ નોંધાવવા ફોન કરી રહ્યા હતા અને અધિકારીઓ ઊંઘમાં મસ્ત
| Updated on: Jul 07, 2019 | 2:01 PM

પંચમહાલના કાલોલના વીજ કંપનીના કર્મચારીઓનો એક વીડિયો વાયરલ થયો છે…રાત્રિના સમયે કંટ્રોલ રૂમમાં પ્રજાની ફરિયાદો સાંભળીને હલ કરવાની જગ્યાએ મીઠી ઉંઘ માણી રહ્યા છે. કર્મચારીઓએ ફોનનું રિસીવર પણ બાજુમાં મૂકી દીધુ છે અને કાલોલના દેલોલ ગામમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે વીજળી ગુલ થઈ ગઈ હતી. લાંબા સમય બાદ પણ વીજ પુરવઠો પૂર્વવત ન થતા ગ્રામજનોએ સહાયતા ફોન નંબર પર ફરિયાદ નોંધાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફોન સતત વ્યસ્ત આવતો હોવાથી તેઓ રૂબરૂમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં બેંક લૂંટના કેસમાં પોલસ કોન્સ્ટેબલના નામનો ખુલાસો, બંદૂક અપાવી હોવાનો આક્ષેપ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે ત્યાં ગયા પછી ગ્રામજનોને જે નજારો જોવા મળ્યો તે કંઈક અલગ જ હતો. ફોનનું રિસીવર બાજુમાં હતું. આપણા જાહેર સેવકો મીઠી નિંદર માણી રહ્યા હતા. અને ગ્રામજનો હેરાન-પરેશાન હતા. આ વીડિયો વાયરલ થતા જ વીજ કંપની દ્વારા હાલ આ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો