panchmahal : રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો ન હોવાની ફરિયાદો ઉઠી, તંત્રનો સબ સલામતનો દાવો

|

Apr 13, 2021 | 7:50 PM

panchmahal જિલ્લામાં દિન પ્રતિદિન વધતા કેસ સામે રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાની ફરિયાદો ઉઠી છે.

panchmahal જિલ્લામાં દિન પ્રતિદિન વધતા કેસ સામે રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાની ફરિયાદો ઉઠી છે. ખાનગી કોવિડ-19 હોસ્પિટલના તબીબોનો આક્ષેપ છે કે, પંચમહાલની ખાનગી કોવિડ હોસ્પિટલોને ગોધરા ખાતેથી પડતર કિંમતે રેમડેસિવિર ઇન્જેક્શન મળશે તેવી સરકારે જાહેરાત કરી હતી, પરંતુ આવી કોઇ જ વ્યવસ્થા નથી કરવામાં આવી. જેના કારણે ખાનગી હોસ્પિટલના સંચાલકોને રેમડેસિવિર ઇન્જેક્શન માટે વડોદરા અને અમદાવાદ જેવા શહેરો પર ઉંચા ભાવ આપી નિર્ભર રહેવું પડે છે.

 

તો આ તરફ સ્થાનિક વહીવટી તંત્રનો દાવો છે કે, કોવિડ હોસ્પિટલોમાં બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનનો પૂરતી માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે. તથા જરૂરિયામંદ તમામ દર્દીઓને મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

Next Video