PANCHAMAHAL : ગોધરામાં રેલ્વે ફાટકની સમસ્યા યથાવત, અંડરબ્રિજની ગ્રાન્ટ સત્તાધીશોએ બીજે વાપરી નાખી

|

Feb 02, 2021 | 2:29 PM

PANCHAMAHAL : ગોધરામાં રેલ્વે ફાટક પર અંડરબ્રિજની ગ્રાન્ટ મળતા નગરજનોને આશા બંધાઈ હતી કે માથાના દુઃખાવા સમાન ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે, પણ પાલિકાના સત્તાધીશોની અણઆવડતને લીધે નગરજનોની એ આશા પુરી ન થઇ.

PANCHAMAHAL : ગોધરા શહેરની મધ્યમાં આવેલા રેલવે ફાટકને લઈને પ્રજાજનો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વર્ષો જૂની આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા ૨ વખત આ ફાટક પર અંડરબ્રીજ બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી થઇ નથી , આ રેલ્વે ફાટકને લઈને દર કલાકે ટ્રાફિક જામના દર્શ્યો સર્જાય છે.

અંડરબ્રીજની 1.5 કરોડની ગ્રાન્ટનો હેતુફેર કરાયો
ગોધરા શહેરના મધ્યમાં રેલ્વે ફાટક કલાકો સુધી બંધ રહેતા ટ્રાફિક સમસ્યા સર્જાવા સાથે લોકોનો સમય બગડે છે.જેને લઇ વારંવાર રજુઆતોને પગલે અંડરબ્રીજની ગ્રાન્ટ મળી હતી. ગ્રાન્ટ મળ્યા બાદ પાલિકા દ્વારા રેલ્વે પાસેથી મંજુરી વહેલી મળે તે કામ કરવાની જગ્યાએ આ અંડરબ્રીજ બનવવા માટે મળેલી રૂપિયા 1.5 કરોડની ગ્રાન્ટનો હેતુ ફેર જ કરી અને આ 1.5 કરોડ માંથી 90 લાખ ઉપરાંતની ગ્રાન્ટને ગોધરાના નહેરુબાગ ના બ્યુટીફીકેશન કરવા માટે વાપરવામાં આવશે તેમ ઠરાવવામાં આવ્યું હતું, જેને લઈને હાલ રેલવે ફાટક પર બ્રિજ બને તે માટે શહેરીજનો આજે પણ રાહ જોઈ રહ્યા છે.

અંડરબ્રીજ માટે સરકારે ત્રીજી વાર ગ્રાન્ટ આપી
ગોધરા નગરપાલિકાને ત્રણ વર્ષ પહેલા મળેલી અંડરબ્રીજ બનાવવા માટેની ગ્રાન્ટનો એક તરફ હેતુફેર કરીને અન્ય કામમાં વાપરી નાખવામાં આવ્યા છે અને હવે પાલિકા દ્વારા રેલવે વિભાગની મંજૂરી અપેક્ષાએ ફરીથી રાજ્ય સરકાર પાસે અંડરબ્રીજ બનાવવા માટે નવી ગ્રાન્ટ મેળવવા માટે માંગણી કરી હતી. જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ગત જાન્યુઆરી 2020 માં ત્રીજી વખત 9.86 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે , પરંતુ તે ગ્રાન્ટ મળ્યાને પણ એક વર્ષ જેટલો સમય વીતવા છતાં પણ હજુ સુધી અંડરબ્રીજ બનાવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

Next Video