અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ પાનના ગલ્લાઓ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ

|

Apr 12, 2021 | 11:27 PM

રાજ્યમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ કથળી છે. ત્યારે અમદાવાદ બાદ હવે ગાંધીનગર પણ પાનના ગલ્લા બંધ થશે. ગાંધીનગરમાં પાનના ગલ્લાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ કથળી છે. ત્યારે અમદાવાદ બાદ હવે ગાંધીનગર પણ પાનના ગલ્લા બંધ થશે. ગાંધીનગરમાં પાનના ગલ્લાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આવતીકાલથી 30 એપ્રિલ સુધી પાનના ગલ્લાઓ બંધ રહેશે. આખરે પાનના ગલ્લાઓ અને ચાની કિડલીઓ પર સંક્રમણ વધતું હોવાના કારણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ આગામી આદેશ સુધી પાનના ગલ્લા બંધ રાખવાનો આદેશ AMCએ આપ્યો છે.

 

 

રાજ્યમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા

રાજ્યમાં આજે 12 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,021 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 55 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 20, સુરતમાં 19 (1 મૃત્યુ જિલ્લામાં) વડોદરામાં 7,રાજકોટમાં 5( 2 મૃત્યુ જિલ્લામાં), ભરૂચ-બોટાદ-સાબરકાંઠામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,855 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,53,516 થઈ છે.

 

હાઈકોર્ટની ટકોર બાદ CM RUPANIએ રાજ્યમાં નવા પ્રતિબંધો જાહેર કર્યા

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ સુઓમોટો કરીને સરકારને પરિસ્થિતિમાં સુધાર લાવવા સરકારને ટકોર કરી હતી. હાઈકોર્ટે આપેલા નિર્દેશો બાદ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI)એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા છે.

 

 

14 એપ્રિલથી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુ સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહીં. મૃત્યુના કિસ્સામાં અંતિમવિધી/ઉત્તરક્રિયામાં 50થી વધારે વ્યક્તિ ભેગા થઈ શકશો નહીં. જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.

 

 

તે સિવાય એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ , કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા alternate day કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. રાજયના તમામ ધાર્મિકસ્થાનો 30 એપ્રિલ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: MAHARASHTRA : જલગાંવમાં યુઝ્ડ માસ્કમાંથી ગાદલા બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, જાણો કોણ છે એ માનવતાનો દુશ્મન

Next Video