Oxygen Supply: ઉદ્યોગોનાં ભાગનો ઓક્સિજન હવે ગુજરાતનાં દર્દીઓ માટે, ગુજરાત સરકારની જાહેરાતમાં મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રિઝને હવે પ્રાથમિક્તા

|

Apr 22, 2021 | 2:14 PM

Oxygen Supply: રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે  હવે માત્ર મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને જ ઓક્સિજન અપાશે,

Oxygen Supply: રાજ્યમાં ઓક્સિજનની અછત વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે  હવે માત્ર મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને જ ઓક્સિજન અપાશે, રાજ્ય સરકારે તમામ જીલ્લા કલેક્ટરને સુચના આપી, અત્યાર સુધી 70 ટકા ઓક્સિજન હોસ્પિટલને અપાતો હતો, 30 ટકા ઓક્સિજન વિવિધ ઈન્ડસ્ટ્રીઝને અપાતો હતો, ઈન્ડસ્ટ્રીઝને ઓક્સિજન આપવાનાં પ્રમાણમાં સરકારે તબક્કાવાર ઘટાડો કર્યો છે.

 

જણાવવું રહ્યું કે રાજ્યમાં વિવિધ જિલ્લાઓ અને શહેરમાં ઓક્સિજનની અછતને લઈ ચારેકોરથી બુમ ઉઠી છે અને તેને લઈને સરકારે એક્શનમાં આવવાની ફરજ પડી છે. ગઈકાલે જ દિલ્હી માટેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્રને સુચના આપવામાં આવી હતી કે પેશન્ટોને પહેલા ઓક્સિજન આપવામાં આવે બાદમાં સ્ટીલ પ્લાન્ટ ચલાવો.

એટલે કે ઉદ્યોગોની પ્રાથમિક્તાને ઘટાડીને માણસોને જીવડાવવા માટે કોર્ટે ટકોર કરી હતી. થોડાક દિવસો પહેલા ગુજરાત હાઈકોર્ટે લીધેલા સુઓમોટોમાં પણ સરકારને ઓક્સિજન સપ્લાયને લઈ યોગ્ય કરવા જણાવાયું હતું. અછત અને પ્રજાની હાલાક વચ્ચે સરકારે આખરે નિર્ણય લેવાની ફરજ પડી હતી કે ઉદ્યોગોને અપાતા ઓક્સિજનનાં સપ્લાયમાં ઘટાડો કરીને મેડિકલ એજન્સીઓને વધારે પુરો પાડવામાં આવે.

માત્ર ગુજરાતમાંજ નહીં કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક શ્વાસ પર સંકટ ઉભું થયું છે. એક એક શ્વાસ પર દરેક શહેરમાં સવાલ ઉભો થયો છે. પ્રાણવાયુની અછતથી હોસ્પિટલ ડેથ ચેમ્બર બનવા લાગી છે ત્યારે શું ખરેખર દેશમાં ઓક્સિજનની અછત છે કે પછી મામલો કંઈક બીજો છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ દેશમાં 7000 મેટ્રિક ટનથી વધુ મેડિકલ ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 12 એપ્રિલે ભારતમાં મેડિકલ ઓક્સિજનની ખપત 3842 મેટ્રિક ટન હતી, આ મેડિકલ ઓક્સિજનની દૈનિક ઉત્પાદનની ક્ષમતા 54 ટકા છે. મતલબ ઓક્સિજનની જરૂરત બહુ જ વધારે છે જેમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં યુદ્ધના સ્તર પર ઓક્સિજન ઉત્પાદનના પ્રયાસ થઈ રહ્યા છે.

ટાટા સ્ટીલ 200-300 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દરરોજ તમામ હોસ્પિટલો અને રાજ્ય સરકારને મોકલે છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ બાદ જિંદલ સ્ટીલ તરફથી રાજ્ય સરકારને દરરોજ અંદાજે 185 ટન ઓક્સિજન સપ્લાઈ કરવામાં આવી રહી છે.જિંદલ સ્ટીલ તરફથી છત્તીસગઢ અને ઓડિશામાં પણ દરરોજ 50-100 મેટ્રિક ટન ઓક્સિજન હોસ્પિટલને મોકલાવામાં આવી રહ્યો છે.

આર્સેલર મિત્તલ નિપ્પોં સ્ટીલ 200 મેટ્રિક ટન સુધી લિક્વિડ ઓક્સિજન દરરોજ હોસ્પિટલો અને રાજ્ય સરકારોને મોકલે છે.
સેલે પણ બોકારો, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બરનપુર જેવા સ્ટીલ પ્લાન્ટથી અંદાજે 33,300 ટન સુધી ઓક્સિજનની સપ્લાઈ કરી છે. રિલાયન્સે પણ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને ઓક્સિજનની સપ્લાઈ કર્યો છે. સરવાળે તમામા સરકાર હવે ઓક્સિજન પાછળ લાગી પડી છે અને સંકટને ઓછું કરવામો પ્રયાસ કરી રહી છે.

Next Video