વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરીક્ષાની તૈયારી મજાક બનીને રહી ગઈ છે. પરીક્ષા પહેલા યુનિવર્સિટી બે વાર મોક ટેસ્ટ કર્યો હતો. જેમાં બે હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
પહેલી મોક ટેસ્ટ લેવાઈ હતી, જેમાં પણ આજ સમસ્યા સામે આવી હતી. ત્યારે પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે આવતીકાલથી એટલે કે શનિવારથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેવી સ્થિતિમાં જ્યારે મોક ટેસ્ટ સફળ નથી થઈ શક્યો ત્યારે મુખ્ય પરીક્ષા વગર મુશ્કેલીએ કેવી રીતે થઈ શકે તે એક સવાલ ઉભો થયો છે. ઓનલાઇન પરીક્ષાના એવા નિયમો બનાવવામાં આવ્યા છે જેને પહોંચી વળવું વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ છે.
જેમકે મોબાઇલ ફોનમાં 1gb blank space રાખવું. પરીક્ષાના સમયે સ્ક્રીન પર વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ નજર નહિ આવવું જોઈએ એવા નિયમ વિદ્યાર્થીઓ માટે પરેશાની પેદા કરી રહ્યા છે. ઓનલાઇન પરીક્ષાની તૈયારી તપાસવા માટે 22 થી 24 જૂન દરમિયાન મોક ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ફક્ત 58 ટકા વિદ્યાર્થીઓ જ સામેલ થયા હતા. યુનિવર્સિટીના 33000 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 19,139 વિદ્યાર્થીઓએ જ ટેસ્ટ આપી હતી. તેમાંથી બે હજાર કરતા પણ વધારે વિદ્યાર્થીઓને ઓનલાઈન એક્ઝામમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઓનલાઇન પરીક્ષા માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરની ઘણી ટેકનીકલ ખામીઓ છે. જેના માટે યુનિવર્સિટી પાસે પોતાની કોઇ સિસ્ટમ નથી.
પરીક્ષાર્થીઓને કેવી પરેશાની સામે આવી?
પરીક્ષા આપવા માટે શું છે જરૂરી?
પરીક્ષા નિયામક અરવિંદ ધડુકનું કહેવું છે કે પરીક્ષામાં મોનીટરીંગ માટે 53 લોકોની ટીમ તૈનાત હશે. 50 ટેકનિશિયનની એક અલગ ટેકનિકલ સમસ્યા હલ કરશે. લોગઇન ન થવા પર બીજો લોગીન આઈડી અને પાસવર્ડ લઇ શકાશે. ટેકનિકલ સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને વધારાનો સમય પણ મળશે.
યુનિવર્સિટી પાસે ઓફ લાઇન પરીક્ષાનો કોઈ ઓપ્શન નથી. જે પરીક્ષામાં સામેલ નહિ થાય તેમને બીજી વાર તક મળશે. ઓનલાઈન પરીક્ષા જ થશે. બીજી વાર પરીક્ષા લેવાનો નિર્ણય અત્યારે નથી કરવામાં આવ્યો.
ઓનલાઇન પરીક્ષાને સફળ બનાવવા માટે સાત વાર વેબીનાર કરવામાં આવ્યો હતો. જે માટે વિદ્યાર્થીઓને પહેલાથી આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યા હતા. તમામ જાણકારીની પીડીએફ ફાઈલ બનાવીને ડિન, કોલેજના પ્રિન્સિપાલ અને ક્લાસ ટીચરને મોકલવામાં આવી હતી. પરંતુ તેમ છતાં મોક ટેસ્ટ સફળ થઇ ન હતી.
આ પણ વાંચો: Surat : પિકઅપ વાનમાં ચોર ખાનું બનાવીને મહારાષ્ટ્રથી વિદેશી દારૂનો જથ્થો લાવતા બે ઈસમ ઝડપાયા
Published On - 1:10 pm, Fri, 25 June 21