ઓનલાઈન શિક્ષણ અંગે સરકારનો જી.આર. યોગ્ય, ફી મુદ્દે સરકારના નિર્ણયને પ્રથમ દર્શી રીતે ગેરવ્યાજબી ગણાવતી હાઈકોર્ટ

|

Jul 30, 2020 | 8:18 AM

ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ અંગે લેવાતી ફિ મુદ્દે હાઈકોર્ટે પ્રથમ દર્શનીય અવલોકન કરીને સરકારને કેટલાક વેધક સવાલ કર્યા છે. ગુજરાતમાં શિક્ષણ અંગે માળખાગત સુવિધા સરકારે ઊભી ના કરી હોવાથી રાજ્યમાં ખાનગી શાળાઓ શરૂ થઈ છે. કોરાનાકાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાની વાત યોગ્ય છે. પરતુ ઓનલાઈન શિક્ષણ અપાય ત્યા સુધી […]

ઓનલાઈન શિક્ષણ અંગે સરકારનો જી.આર. યોગ્ય, ફી મુદ્દે સરકારના નિર્ણયને પ્રથમ દર્શી રીતે ગેરવ્યાજબી ગણાવતી હાઈકોર્ટ

Follow us on

ઓનલાઈન શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ અંગે લેવાતી ફિ મુદ્દે હાઈકોર્ટે પ્રથમ દર્શનીય અવલોકન કરીને સરકારને કેટલાક વેધક સવાલ કર્યા છે. ગુજરાતમાં શિક્ષણ અંગે માળખાગત સુવિધા સરકારે ઊભી ના કરી હોવાથી રાજ્યમાં ખાનગી શાળાઓ શરૂ થઈ છે. કોરાનાકાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાની વાત યોગ્ય છે. પરતુ ઓનલાઈન શિક્ષણ અપાય ત્યા સુધી ફિ નહી વસુલવાની વાત છે તે ખોટી હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. ફિ ભરવા મુદ્દે વાલીઓને તકલીફ હોય તો સરકારે દૂર કરવી જોઈએ. વાલી અને શાળા સંચાલકોને કોઈ તકલીફ ના પડે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર પુરતી રીતે શિક્ષણ નથી આપી શકતી તેના કારણે જ ખાનગી શાળાઓ શિક્ષણ આપી રહી છે. હાઈકોર્ટ આગામી સુનાવણી દરમિયાન આ કેસનો ચુકાદો જાહેર કરે તેવી સંભાવના છે.

Next Article