અમદાવાદના ભુયંગદેવ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મોટો ખુલાસો, કાર કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારની હતી

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઘટના ભુયંગદેવ વિસ્તારની છે. તો આ ઘટનામાં એક મોટો ખુલાસો પણ થયો છે. આ કાર કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારની છે. શૈલેષ પરમાર દાણીલીમડામાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે. ખુદ શૈલેષ પરમારે ટીવી9 સાથે વાત કરીને સમગ્ર ઘટના અંગે વાત કરી છે. જેમાં કાર તેનો ડ્રાઈવર ચલાવતો હતો. […]

અમદાવાદના ભુયંગદેવ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મોટો ખુલાસો, કાર કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારની હતી
| Updated on: Dec 02, 2019 | 6:30 PM

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતે એક વ્યક્તિનો જીવ લીધો છે. ઘટના ભુયંગદેવ વિસ્તારની છે. તો આ ઘટનામાં એક મોટો ખુલાસો પણ થયો છે. આ કાર કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારની છે. શૈલેષ પરમાર દાણીલીમડામાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે. ખુદ શૈલેષ પરમારે ટીવી9 સાથે વાત કરીને સમગ્ર ઘટના અંગે વાત કરી છે. જેમાં કાર તેનો ડ્રાઈવર ચલાવતો હતો. અને હાલ તેની તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભુયંગદેવ અને ઈસનપુરમાં હિટ એન્ડ રનની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

જ્યાં એક અતિ ઝડપે જઈ રહેલી કારની અડફેટે એક્ટિવાચાલકનું મોત થયું છે. કારચાલક પાછળથી એક્ટિવાને ટક્કર મારીને ફરાર થઈ ગયો.. જ્યારે એક્ટિવાચાલક ફંગોળાને રોડની બાજુમાં પછડાયો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો. પરંતુ સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો છે. ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કારચાલક ફુલ સ્પીડમાં જઈ રહ્યો હતો. એક્ટિવાચાલકને ટક્કર મારીને પણ તે રોકાયા વિના જ એ જ ઝડપે કાર હંકારીને ફરાર થઈ ગયો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો