Surat: કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોનને (Omicron Variant) લઇ વિશ્વભરમાં ખળભળાટ છે. છેલ્લા 15 દિવસમાં યુ.કે સહિત 13 દેશમાંથી સુરતમાં આવેલા યાત્રીની સંખ્યા વધીને 351 થઈ છે. જેમાંથી 9 સાઉથ આફ્રિકાથી આવ્યા છે. જ્યાં નવા વેરિયન્ટનાં કેસ વધુ છે. મહાનગરપાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. એટલું જ નહિં જેમાંથી 78 લોકોના RT-PCR કરવામાં આવ્યા છે.
તેમાંથી હજુ સુધી કોઇ રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. બાકીના મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો સેમ્પલના જીનોમ સિકવેન્સિંગ કરવામાં આવશે. રવિવારે એરપોર્ટ પર 391 મુસાફરોના આરટી-પીસીઆર થયા હતા. આ પૈકી 298ના રિપોર્ટ નેગેટિવ છે. જ્યારે 93ના રિપોર્ટ પેન્ડીંગ છે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુસાફરી માર્ગદર્શિકામાં સુધારો
તો કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) દ્વારા ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રવિવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુસાફરી માર્ગદર્શિકામાં સુધારો કર્યો અને વધુ જોખમ ધરાવતા દેશોના પ્રવાસીઓ માટે કોવિડ પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. સુધારેલા નિયમો અનુસાર 12 ‘જોખમ ધરાવતા દેશો’ના મુસાફરોએ પોસ્ટ-અરાઈવલ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે.
જો પેસેન્જરનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરવું પડશે. અપડેટ કરાયેલ માર્ગદર્શિકા જણાવે છે કે આઠમા દિવસે તેમની ફરીથી તપાસ કરવામાં આવશે અને જો તેઓ નેગેટિવ જોવા મળે છે તો તેમણે આગામી 7 દિવસ સુધી સ્વ-નિરીક્ષણ કરવું પડશે.
ભારતમાં આંતરરાષ્ટ્રીય યાત્રા કરીને આવતા મુસાફરો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકા 1 ડિસેમ્બરથી લાગુ થશે. માર્ગદર્શિકા જણાવે છે કે પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની તેમની મુસાફરીની વિગતો પણ સબમિટ કરવી પડશે અને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટીવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવો પડશે.
આ પણ વાંચો: Chhota Udepur: ખેડૂતો પર નવી આફત, કેળ અને ટામેટામાં આવેલ રોગ ઊભા ને ઊભા સુકવી રહ્યો છે છોડ
આ પણ વાંચો: Weather: રાજ્યમાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ, 2 થી 4 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી
Published On - 9:41 am, Mon, 29 November 21