ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે!

રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનું કારણ હવામાન વિભાગ દ્વારા અપર એર સાઈકલોનિક સરક્યુલેશન આપવામાં આવી રહ્યું છે. આ વરસાદની […]

ગુજરાતના આ વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાઈ શકે!
| Updated on: May 20, 2019 | 8:29 AM

રાજ્યના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના મતે સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનું કારણ હવામાન વિભાગ દ્વારા અપર એર સાઈકલોનિક સરક્યુલેશન આપવામાં આવી રહ્યું છે. આ વરસાદની આગાહી સાથે તાપમાનમાં પણ વધારો તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો:  ટ્રાફિકનો આવો VIDEO તમે કદાચ જ જોયો હશે, જુઓ VIDEO અને વિચારો કે અમદાવાદનો ટ્રાફિક વધારે ખતરનાક છે કે આ આંતરરાષ્ટ્રીય શહેરનો?

રાજસ્થાન તરફ અપર એર સાઈકલોનિક સરકયુલેશનને કારણે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  અંદમાન-નિકોબારમાં ચોમાસુ બેસી ગયું છે તો બીજી તરફ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનોના કારણે તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  આમ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us