કોરોના વેકસીન લીધા બાદ Nitin Patelએ આપ્યું નિવેદન, ગુજરાતમાં કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો

|

Mar 05, 2021 | 4:23 PM

નાયબ મુખ્યમંત્રીએ કોરોના વેક્સીન લીધા બાદ નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે ( Nitin Patel) જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના વેકસીનનું કામ પુર જોશથી ચાલી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ કોરોના વેક્સીન લીધા બાદ નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે ( Nitin Patel) જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોના વેકસીનનું કામ પુર જોશથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં સિનિયર સિટીઝનો અને અલગ અલગ રોગથી પીડાતા લોકોને મફત વેકસીન આપવામાં આવી રહી છે. 2500 વધુ PHC, CHC, હોસ્પિટલમાં વેકસીન આપવામાં આવી રહી છે. મેં અને મારા ધર્મપત્નીએ સોલા સીવીલમાં વેકસીન લીધી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, ખબર પણ ન પડે તેવી રીતે વેકસીન આપી છે અને સર્ટિફિકેટ આપ્યું છે.

નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગઈકાલ સુધીમાં 3.14 લાખ નાગરિકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. સોલા સિવિલમાં વેકસીનેશન કરવામાં આવ્યું છે. સોલા સિવિલમાં મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના 876 લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે. સોલા સિવિલમાં 1737 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ વેકસીન લીધી છે. વેકસીન માટે ધસારો થતા સોલા સિવિલમાં બે સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 45થી 60 વર્ષના યુવાનો જે જુદા જુદા રોગથી પીડિત છે તેમને પણ વેકસીન આપવામાં આવી રહી છે. સોલા સિવિલમાં 3121 લોકોને સફળતાપૂર્વક વેકસીન આપવામાં આવી છે. વેકસીન લઇ લીધા પછી કોરોનાની કોઈ ચિંતા નથી એવું માનવાની જરૂર નથી. ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે.

 

Next Video