નીતિન રતિલાલ પટેલનો જન્મ 22 જૂન 1956ના રોજ થયો હતો. ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ 5 ઓગસ્ટ 2016 થી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય, તબીબી શિક્ષણ, કુટુંબ કલ્યાણ, માર્ગ અને મકાન, મૂડી પ્રોજેક્ટ તરીકે સેવા આપે છે. નીતિન પટેલ વર્ષ 1990થી 2017 સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. નીતિન પટેલે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત સને 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કરી હતી.
છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નીતિન પટેલ સરકારમાં અનેક ખાતાઓમાં મંત્રી તરીકે સફળ કામ કરી ચૂક્યા છે, સાથે જ સંગઠનમાં પણ તેમની પકડ મજબૂત છે. નીતિન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડ બુકમાં પણ સામેલ છે.
રાજકિય કારકિર્દીની વાત કરીએ તો નવનિર્માણ આંદોલનમાં મહામંત્રી, કડી નગરપાલિકામાં સભ્ય, કડી પાલિકાના ચેરમન, કડી પાલિકાના પ્રમુખ, કડી વિધાનસભા સીટ પરથી જીત, કડી સીટ પરથી બીજી વખત જીત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન, ત્રીજી વખત કડી સીટ પરથી બીજી વખત જીત ,એગ્રીલકલ્ચર અને નાની સિંચાઇ ખાતાના પ્રધાન રહી ચુક્યા છે. સંસદીય કારકિર્દીની વાતમાં આવે તો ગુજરાત વિધાનસભા, 1990-95, 1995-97 અને 1998-2002 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, 1995-96, કૃષિ, નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓ, 1998-99, નાની અને મધ્યમ સિંચાઈ યોજનાઓ, રસ્તાઓ અને ઇમારતો, 1999-2001, નાણા અને મહેસૂલ, 2001-02, પાણી પુરવઠો, જળ સંસાધન (, શહેરી વિકાસ અને શહેરી આવાસ, 2008માં મંત્રી રહી ચુક્યા છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
Published On - 3:47 pm, Sat, 11 September 21