જામનગરના ધ્રોલમાં પૂરના પાણીથી બચવા રાતભર વૃક્ષ ઉપર રહેનારા 2ને NDRFની ટીમે બચાવ્યા

|

Jul 07, 2020 | 8:03 AM

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાના ઊંડ-2 ડેમની નજીક પૂરના પાણીથી બચવા માટે બે લોકો વૃક્ષ ઉપર ચડી ગયા હતા. પરંતુ વરસાદ કે પૂરના પાણીએ ઓસરવાનું નામ નહી લેતા બન્નેને રાત ઝાડ ઉપર જ વિતાવવી પડી હતી. જો કે […]

જામનગરના ધ્રોલમાં પૂરના પાણીથી બચવા રાતભર વૃક્ષ ઉપર રહેનારા 2ને NDRFની ટીમે બચાવ્યા

Follow us on

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાના ઊંડ-2 ડેમની નજીક પૂરના પાણીથી બચવા માટે બે લોકો વૃક્ષ ઉપર ચડી ગયા હતા. પરંતુ વરસાદ કે પૂરના પાણીએ ઓસરવાનું નામ નહી લેતા બન્નેને રાત ઝાડ ઉપર જ વિતાવવી પડી હતી. જો કે ફસાયેલા બન્નેની જાણ જિલ્લાના વહીવટીતંત્રને થતા, નેશનલ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સ NDRFની મદદથી બન્નેને ઝાડ ઉપરથી ઉતારીને સલામત સ્થળે લવાયા હતા. જુઓ વિડીયો.

Next Article