Missing Fishermans: NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ, દરિયામાં હજુ 6 થી 7 માછીમારો લાપતા

|

Dec 03, 2021 | 8:46 AM

Gir Somanth: દરિયામાં ગુમ માછીમારોના બચાવ અને શોધખોળ કાર્ય માટે અમરેલીથી NDRF ની ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરવામાં આવી છે.

Missing Fishermans: NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ, દરિયામાં હજુ 6 થી 7 માછીમારો લાપતા
NDRF team (File Image)

Follow us on

Gir somnath: માવઠા વચ્ચે માછીમારો માટે ગીરસોમનાથના દરિયામાં આફત આવી. મધ દરિયે કેટલાક માછીમાર ગુમ (Missing fisherman) થયાના અહેવાલ આવ્યા હતા, સાથે જ ઘણી બોટને નુકશાન થયું હોવાની પણ માહિતી મળી હતી. આ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે ગુમ થયેલા માછીમારોની શોધખોળ શરુ કરી દીધી છે. તંત્રએ કોસ્ટ ગાર્ડ તેમજ હેલિકોપ્ટર દ્રારા માછીમારોની શોધખોળ શરુ કરી હતી. તો નવી માહિતી અનુસાર NDRFની વધુ એક ટીમ અમરેલીથી ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ છે.

અમરેલીથી NDRF ની ટીમ સ્પેશિયલ બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે માછીમારોની શોધખોળ માટે રવાના થયાના અહેવાલ આવ્યા છે. તો આ ઉપરાંત રાજ્યમાં 8 સ્થળો પર પણ NDRF ની ટીમ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. ત્યારે જણાવી દઈએ કે નવાબંદરના દરિયામાં હજુ 6થી 7 માછીમારો લપતા હોવાની માહિતી સામે આવી છે.

તો NDRF ના ચીફે જણાવ્યું કે ‘માહિતી પ્રમાણે 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો 8 લોકો હજુ લાપતા છે. આ મેસેજ કલેકટર તરફથી મળ્યો હતો. તો આ અનુસાર અમરેલીથી એક ટીમ ડાયવર્ટ કરવામાં આવી છે.’

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તો આ ઘટનાને લઈને સીઆર પાટીલે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભાજપપ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (CR Paatil) દુઃખ વ્યક્ત કર્યું હતું. પાટીલે ગુમ થયેલા તમામ માછીમારો સ્વસ્થ હોય તેવી પ્રભુને પ્રાર્થના કરી છે. ત્યારે પાટીલે જણાવ્યું કે ગુમ માછીમારોની શોધખોળ સાથ બચાવ કાર્ય પણ ચાલું છે.

ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે. આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હોવાની માહિતી સામે આવી હતી. તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી હતી. અને 4 માછીમારને બચાવ્યા હોવાની માહિતી પણતેમણે આપી હતી.

મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાગરેલી હોડીઓ આપસમાં ટકરાતા નુકસાન થયાનું કલેકટરે જણાવ્યું છે. ત્યારે 6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું ખુલાસો થયો છે.

ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને CM એ બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.

 

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત: કમોસમી વરસાદનું પાણી ખેતરમાં ભરાતા શેરડીની કાપણી અટકી પડી, ખેડૂતોને નુકસાન

આ પણ વાંચો: પરમબીર સિંહ સસ્પેન્ડ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરને ઝટકો, મહારાષ્ટ્ર સરકારે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી

Published On - 8:38 am, Fri, 3 December 21

Next Article