Navsari: ગામડામાં કોરોના નાથવા યુદ્ધના ધોરણે તૈયારી, કેલિયા ગામમાં તૈયાર કરાયો આઈસોલેશન વોર્ડ

|

May 08, 2021 | 7:38 PM

કેલિયા ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે. આમ છતાં સરપંચ અને જાગૃત ગ્રામજનોએ કોરોનાને હરાવવા આગોતરી તૈયારી કરી છે.

નવસારીના અંતરિયાળ ગામડામાં કોરોના સંક્રમણ રોકવા યુદ્ધના ધોરણે તૈયારી કરવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાને પગલે કેલિયા ગામની પ્રાથમિક શાળામાં 6 બેડ સાથે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કેલિયા ગામમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જ્યારે ચાર લોકોના મૃત્યુ નિપજ્યા છે. આમ છતાં સરપંચ અને જાગૃત ગ્રામજનોએ કોરોનાને હરાવવા આગોતરી તૈયારી કરી છે.

આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના ગામોમાં “મારું ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયા છે. જિલ્લાના એકલબારા અને ઉમરાયા ગામમાં સામાન્ય કોરોના સંક્રમિત દર્દીઓ માટે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે તેમના જ ગામમાં આ સેવાઓ શરૂ કરાઈ છે. એકલબારા ગામની પ્રાથમિક શાળામાં 20 બેડની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે ઉમરાયા ગામના કોવિડ સેન્ટરમાં 20 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે બંને ગામોમાં તબીબો પણ મુલાકાત લેશે.

Next Video