Navsari: નુડાની જાહેરાત કરી હતી અને ડેવલોપમેન્ટ પ્લાન્ટ નિર્ધારિત કરવામાં આવ્યો, નકશા બનાવવામાં આવ્યા પરંતુ સાત વર્ષથી ટીપી પ્લાન મંજૂર ન થયો

|

May 13, 2022 | 6:48 PM

સાત વર્ષ વીતી ગયા હોવા છતાં ટીપી મંજુર ન થતા નવસારીનો વિકાસ રુંધાઈ રહ્યો છે ત્યારે વહેલામાં વહેલી તકે ટીપી નક્કી થાય એવી માંગ સ્થાનિકો પણ કરી રહ્યા છે

Navsari: નુડાની જાહેરાત કરી હતી અને ડેવલોપમેન્ટ પ્લાન્ટ નિર્ધારિત કરવામાં આવ્યો, નકશા બનાવવામાં આવ્યા પરંતુ સાત વર્ષથી ટીપી પ્લાન મંજૂર ન થયો
Symbilic image

Follow us on

શાંત અને સંસ્કારી નગરી ગણાતા નવસારી (Navsari) ના મહાનગર બનવાના સ્વપ્નાઓ 25 વર્ષથી રોળાતા રહ્યા છે ત્યારે બાદ ટ્વીનસીટીની ફાઈલો પણ રાજ્ય સરકારની અભેરાઈ પર ધૂળ ખાઈ રહી છે અને આખરે રાજ્ય સરકારે નુડાની જાહેરાત કરી હતી અને ડેવલોપમેન્ટ પ્લાન્ટ નિર્ધારિત કરવામાં આવ્યો. નક્શા (Map) બનાવવામાં આવ્યા પરંતુ હજી સુધી ટીપી પ્લાન મંજૂર ન થતાં શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે. નુડાની જાહેરાત થઈ તે સમયે નવસારી ના આજુબાજુના 90 ગામડાઓનો સમાવેશ નુડા માં કરવામાં આવ્યો હતો પણ કેટલાક ગામડાઓ નુડાની આંટીઘૂંટીથી દુર રહેવા સખત વિરોધ નોંધાવ્યો હતો અને છેવટે રાજ્ય સરકારે 79 ગામડાઓની નુડા માંથી બાદબાકી કરી હતી જેમાં હવે 13 ગામડાઓ જ નુડા ની હદ માં બચ્યા છે તેમછતાં ટી.પી તૈયાર થઈ શક્યું નથી.

રાજ્ય સરકારમાંથી ટી. પી.પ્લાનિંગ માટેના નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે જેમાં સમાવિષ્ટ વિસ્તારના લોકો માટે અભિપ્રાય લેવાની કામગીરી હાલ ચાલી રહી છે. સાત વર્ષ વીતી ગયા હોવા છતાં ટીપી મંજુર ન થતા નવસારીનો વિકાસ રુંધાઈ રહ્યો છે એક તરફ ટ્વીન સિટી પ્રોજેક્ટ ફેલ થઈ જતા નવસારી અનેક લાભોથી વંચિત રહ્યું છે ત્યારે રૂડા એક નવસારીની વિકાસની દશા અને દિશા નક્કી કરવા માટેની સાધન હતું પરંતુ નૂરાની આંટીઘૂંટીઓ ના કારણે હજી સુધી આમાં કોઈ યોગ્ય કામગીરી થઈ નથી જેને લઇને નવસારીના લોકો વિકાસથી વંચિત થઈ રહ્યા છે.

નવસારીના હદવિસ્તારમા સમાવિષ્ઠ કરવામા આવેલા ગામોનો નુડાના ડેવલોપમેન્ટ પ્લાન મુજબ જ વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવે તો ગામોની સક્લોસુરત બદલાય જાય એવું છે પરંતુ મહાનગરપાલિકા બનાવવાના ચક્કરમાં નુડાના ગામો હજી સુધી વિકાસથી વંચિત રહ્યા છે નુડા ના માળખા તૈયાર થતાં ની સાથે જ વિકાસને વેગ મળશે એવું સ્થાનિકો માની રહ્યા છે.

તમારી પાસે કોઈ અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

સુરતની ભગીની સીટી ગણાતા નવસારી શહેરને સૌપ્રથમ મહાનગરપાલિકા બનવવા માટેની માંગણીથી શરુઆત થઈ હતી જેમા ટ્વીન સીટી, નુડા અને મહાનગરપાલિકા જેવા માળખાઓની માંગણી કરવામા આવી હતી પરંતુ આ માળખાઓ હજી સુધી નવસારીને ન મળતાં શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે ત્યારે વહેલામાં વહેલી તકે ટીપી નક્કી થાય એવી માંગ સ્થાનિકો પણ કરી રહ્યા છે.

Next Article