Navsari : શાળાની અનોખી પહેલ, ‘મફત પુસ્તકો આપો, મફત પુસ્તકો લઇ જાવ’

|

Jun 12, 2021 | 2:25 PM

Navsari : બાળકો ગત વર્ષથી ઓનલાઇન શિક્ષણ (Online Education) લઇ રહ્યા છે. આ વચ્ચે નવસારીમાં અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

Navsari : હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. તો બીજી તરફ કોરોનાના કારણે ઘણા ધંધા-રોજગાર પણ પડી ભાંગ્યા છે. બાળકો ગત વર્ષથી ઓનલાઇન શિક્ષણ (Online Education) લઇ રહ્યા છે. શાળાઓ દ્વારા ફી મામલે અનેક વખત વાલીઓ ઉપર દબાણ કરવામાં આવ્યું છે. આ વચ્ચે નવસારીમાં અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર મળે તે માટે નવસારી જિલ્લાની એક શાળાએ નવો અભિગમ અપનાવ્યો છે. ‘મફત પુસ્તકો આપી, પોતાના માટે મફત પુસ્તકો મેળવો’ પહેલ શરૂ કરી છે. જેનાથી કોરોનાકાળમાં વાલીઓ પર આવતા આર્થિક ભારણને ઘટાડી શકાય.

નવસારીની સંસ્કાર ભારતી શાળાએ આ અનોખી પહેલ થકી 1400 વિદ્યાર્થીઓને મફત પુસ્તકો મળે તેવું આયોજન કર્યું છે. જૂના વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ પાસ થઇ ગયા છે, તેમના પુસ્તકો નવા વર્ષમાં આવેલા વિદ્યાર્થીઓને મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, વર્ષે ઘણી સ્કૂલો દ્વારા ફીમાં રાહત આપવામાં આવી છે, તો ઘણી સ્કૂલો દ્વારા ફી ભરતા વાલીઓ બાળકોને કાઢી નાખવામાં આવ્યા છે, ત્યારે નવસારીની આ શાળાનું સરાહનીય પગલું છે.

Next Video