NAVSARI : એક જ શાળામાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ફફડાટ, શાળાને 14 દિવસ માટે બંધ કરવામાં આવી

|

Sep 25, 2021 | 7:18 PM

શાળામાં બે વિદ્યાર્થીઓના સંક્રમિત થવાની સાથે લક્ષણો ધરાવતા અને શંકાસ્પદ લાગતા 100 જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

NAVSARI : નવસારીમાં એક જ શાળામાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે અને શાળાને 14 દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ બે વિદ્યાર્થીઓને શાળામાં શરદી-ઉધરસ થતા તેને ધ્યાને લઈને બંને વિદ્યાર્થીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં બંને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જણાતા શાળાના સંચાલકો અને અન્ય વાલીઓમાં ચિંતા વધી છે. આ શાળામાં સુરક્ષાને ધ્યાને રાખીને શાળા અને હોસ્ટેલ 14 દિવસ માટે બંધ કરવામાં આવ્યાં છે.

જે શાળામાં બાળકો કોરોના સંક્રમિત થયા એ સત્યસાઈ વિદ્યા નિકેતનમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાની સાથે શાળાની જ હોસ્ટેલમાં રહે છે. જે બે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા એમાં એક વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના મહુવા તાલુકાનો અને બીજો વિદ્યાર્થીઓ બારડોલી જિલ્લાનો હોવાની વિગતો મળી છે. આ શાળામાં બે વિદ્યાર્થીઓના સંક્રમિત થવાની સાથે લક્ષણો ધરાવતા અને શંકાસ્પદ લાગતા 100 જેટલા વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :  CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, કહ્યું “ચૂંટણી સમયે બધા બોલે, પછી કોઈ દેખાતું નથી, એવું નહીં થાય”

આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો

Next Video