પશ્ચિમ રેલ્વેએ આજથી 3 દિવસ સુધી મેગા બ્લોક જાહેર કર્યો, સવારના આ સમયની તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે

|

Nov 23, 2021 | 10:44 AM

Navsari: પશ્ચિમ રેલ્વેએ 23 નવેમ્બરથી 3 દિવસ સુધી મેગા બ્લોક જાહેર કર્યો છે. જેને લઈને સવારના 10 થી 12 કાલક સુધીની તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે.

Navsari: પશ્ચિમ રેલ્વેએ (Western Railway) આજથી 3 દિવસ માટે 2 કલાકનો મેગા બ્લોક (Mega Bock) જાહેર કર્યો છે. મેગા બ્લોકના કારણે સવારે 10થી 12 સુધીની તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે. જણાવી દઈએ કે બીલીમોરામાં રેલવે લાઈન પર બની રહેલા ઓવરબ્રિજના કારણે મેગા બ્લોક જાહેર કરાયો છે.

નવસારીના બીલીમોરા ખાતે આવેલ ફાટક નંબર 108 અને 109 વચ્ચે રેલ્વે લાઈન પર ઓવર બ્રિજ બની રહ્યો છે. બની રહેલ ઓવર બ્રિજના સ્પાન (ગર્ડર) લોન્ચિંગ ને લઇને મેગા બ્લોક આપવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ તેમજ DFCCIL ના અધિકારીઓ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગ નવસારીના અધિકારીઓની હાજરીમાં 36 મીટર લંબાઈના (સ્પાન) ગર્ડરનું લોન્ચિંગ કરવામાં આવશે. તો આ કારણે રેલ્વેએ મેઘા બ્લોક જાહેર કર્યો છે.

જણાવી દઈએ કે 23 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી સવારે 10:10 થી 12:10 સુધી પશ્ચિમ રેલ્વેની અપ – ડાઉન એમ બંને લાઈન પર મેગા બ્લોક રહેશે. મેગા બ્લોક દરમિયાનના 2 કલાક તમામ ટ્રેન સુરત,નવસારી,વલસાડ સહિતના વિવિધ સ્ટેશનો પર થોભી રહેશે. અને જેના કારણે ટ્રેન મોડી ચાલશે.

 

આ પણ વાંચો: Stock Update : Latent View Analytics ના શેરે લિસ્ટિંગ સાથે રોકાણકારોને દોઢ ગણું રિટર્ન આપ્યું, જાણો આજના Top Gainers અને Losers સ્ટોક ક્યાં છે

આ પણ વાંચો: IT Raid: અમદાવાદમાં ASTRAL કંપની પર IT વિભાગના દરોડા, વહેલી સવારે ઓફીસ પર તપાસનો ધમધમાટ

Published On - 10:35 am, Tue, 23 November 21

Next Video