Navsari: સુખાબારીમાં અનોખી હોસ્પિટલ, કુદરતી વાતાવરણમાં કરવામાં આવે છે સારવાર

|

May 08, 2021 | 2:29 PM

એક બાજુ કોરોના જેવું મહામારી ચાલી રહી છે. તો કોરોના સંક્ર્મણને કારણે લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. આ વચ્ચે નવસારી(Navsari) જિલ્લામાં અનેરી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે.

એક બાજુ કોરોના જેવું મહામારી ચાલી રહી છે. તો કોરોના સંક્ર્મણને કારણે લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. આ વચ્ચે નવસારી(Navsari) જિલ્લામાં અનેરી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે.

કોરોનાની મહામારીમાં ટપોટપ લોકો મોતને ભેટવાના કિસ્સાઓને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.અપૂરતી આરોગ્ય સેવાઓને કારણે લોકો ડરી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના ડોક્ટર કુદરતી વાતાવરણ વચ્ચે લોકોનો ડર ભગાવી નાની-મોટી બીમારીઓની સારવાર કરી રહ્યા છે.

કોરોનાની મહામારી લોકોમાં ડર પેદા કર્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં અપૂરતી આરોગ્ય વ્યવસ્થાને પગલે લોકો હેરાન પરેશાન છે. ત્યારે નવસારી જિલ્લાના જિલ્લા મથકથી 8 કિલોમીટર દૂર એક ગ્રામ્ય વિસ્તારમાં ડોકટર કોરોના કાળ દરમ્યાન બીમારીથી પીડાતા લોકોને આંબાની વાડીમાં સારવાર આપી રહ્યા છે.

આરોગ્ય વિભાગની સરકારી હોસ્પિટલોમાં બેડ ન મળવા ઓક્સિજન મળવા જેવી સુવિધાઓને લઇને લોકો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે એક ડોક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા લોકોની સારવાર કરવામાં આવી રહી છે.આંબા નીચે કુદરતી વાતાવરણમાં લોકોને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવી રહ્યા છે શરદી ખાંસી તાવ જેવા નાના રોગો માટે લોકોને સારવાર આપવામાં આવી રહી છે

Next Video