Navsari: ચીખલી પોલીસ સ્ટેશનમાં એક સાથે 2 શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથ, પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા

Chikhli Custodial Death : ચીખલી પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસ સુરક્ષા ન હોવાના કારણે આરોપીઓએ પંખા સાથે લટકી આત્મહત્યા કરી હોવાનું જાણ થતાં પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારજનોએ માર મારવાના કારણે મોત થયું હોવાના આરોપ પોલીસ પણ કર્યા છે.

Navsari: ચીખલી પોલીસ સ્ટેશનમાં એક સાથે 2 શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથ,  પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
Navsari 2 theft accused mysteriously died in Chikhli police station
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:27 AM

Navsari: જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli police station) માં એક સાથે બે શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથ (Custodial Death)ને પગલે નવસારી જિલ્લા પોલીસ (Navsari District Police) દોડતી થઇ ગઇ છે. પરિવારજનો અને સમાજના લોકોના આરોપોને પગલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Forensic postmortem) કરી મોતની તપાસ માટે ટીમો બનાવવામાં આવી છે. એક સાથે 2 શંકાસ્પદ આરોપીઓના કસ્ટોડિયલ ડેથના પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

આરોપીઓની હત્યા કે આત્મહત્યા ?
ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli police station)માં વાહન ચોરીના શંકાસ્પદ આરોપીઓના રાત્રી દરમિયાન પોલીસ સ્ટેશનમાં પંખા સાથે લટકીને આત્માહત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા નવસારી જિલ્લા પોલીસ દોડતી થઇ છે. ગતરોજ ચીખલીના વાહન ચોરીના ગુનામાં શંકાના આધારે વઘઇ તાલુકાના બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જેમના નામ નિલ સુરેશ પવાર, ધોળી પાડા, વઘઇ અને રવિ સુરેશ જાદવ, નાકા ફળિયા, વઘઇ હતા, જેમણે પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ પોલીસ મથકના બંધ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

ચીખલી પોલીસ સ્ટેશનમાં કોઈ પોલીસ સુરક્ષા ન હોવાના કારણે આરોપીઓએ પંખા સાથે લટકી આત્મહત્યા કરી હોવાનું જાણ થતાં પોલીસે અપમૃત્યુનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારજનોએ માર મારવાના કારણે મોત થયું હોવાના આરોપ પોલીસ પણ કર્યા છે.

પોલીસની કામગીરી સામે અનેક સવાલો
ચીખલી પોલીસ સ્ટેશન (Chikhli police station)માંમાં એક સાથે બે શંકાસ્પદ આરોપીના મોતને પગલે પોલીસની ઉંઘ હરામ થઇ છે. શંકાસ્પદ આરોપીઓના મોતને પગલે પોલીસની કામગીરી સામે પણ પરિવારજનો સવાલો ઉભા કરી રહ્યા છે. પોલીસ યુવાનોના મોતને પગલે તપાસ ટીમો બનાવી જવાબદારો સામે તપાસ બાદ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે, પરંતુ પોલીસની કામગીરી સામે પ્રથમ દ્રષ્ટીએ કેટલાક સવાલો પણ ઉભા થયા છે

1)આરોપીઓને પકડવા ગયેલી ચીખલી પોલીસ ડાંગ જિલ્લા પોલીસને સાથે રાખીને આરોપીની અટકાયત કરી હતી કે કેમ ?
2)ચીખલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લાવ્યાં બાદ પોલીસ ડાયરીમાં નોંધ કરાવી હતી કે કેમ ? કે પછી ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા ?
3)શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં રાખી ખાનગી બંધ રૂમમાં કેમ રાખવામાં આવ્યા ?
4)પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલા આરોપીઓની સાથે સુરક્ષા ગાર્ડ કેમ ન હતા ?
5)પ્રથમ દ્રષ્ટિએ પોલીસની બેદરકારી જણાશે તો પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ ?

કસ્ટોડિયલ ડેથ (Custodial Death) ના પગલે પરિવારજનોએ પોલીસ પર આરોપ કરતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (Forensic postmortem) હાથ ધરવામાં આવ્યું છે, સાથે પોલીસ વિભાગની અનિયમિતતા છે કે કેમ તેને સાથે રાખી DySPની અધ્યક્ષતામાં ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. સાથે કસ્ટડીમાં મોત થતાં પ્રાંત અધિકારી અને JUDICIAL MAGISTRATE ની ટીમ બનાવી મોતનું કારણ શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

Follow Us