નવરાત્રિમાં કયા દિવસે કયા રંગના કપડાં પહેરવાથી થશે વિશેષ લાભ?

Oct 10, 2018 | 11:28 AM

નવરાત્રિમાં રંગોનું ખાસ મહત્વ છે. આ વખતે માતાજીની પૂજામાં વિશેષ રંગના કપડા પહેરી માતાને પ્રસન્ન કરી શકો છો. પહેલો દિવસ મા શૈલપુત્રીનો દિવસ હોય છે. જેને શુભ પ્રારંભ તરીકે પણ જોવામાં આવે છે જેથી આ દિવસે પીળા રંગના કપડાં પહેરાવનું યોગ્ય રહેશે. બીજા દિવસે માતા બ્રહ્માચારિણીની પૂજા થાય છે. જેથી આ દિવસે લીલા રંગના કપડાં […]

નવરાત્રિમાં કયા દિવસે કયા રંગના કપડાં પહેરવાથી થશે વિશેષ લાભ?

Follow us on

નવરાત્રિમાં રંગોનું ખાસ મહત્વ છે. આ વખતે માતાજીની પૂજામાં વિશેષ રંગના કપડા પહેરી માતાને પ્રસન્ન કરી શકો છો.
પહેલો દિવસ મા શૈલપુત્રીનો દિવસ હોય છે. જેને શુભ પ્રારંભ તરીકે પણ જોવામાં આવે છે જેથી આ દિવસે પીળા રંગના કપડાં પહેરાવનું યોગ્ય રહેશે.
બીજા દિવસે માતા બ્રહ્માચારિણીની પૂજા થાય છે. જેથી આ દિવસે લીલા રંગના કપડાં પહેરો.
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. જેથી આ દિવસે ગ્રે(રાખોડી) રંગના કપડાં પહેરો.
ચોથા દિવસે કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. જે દિવસે નારંગી (ઓરેન્જ) રંગના કપડાં પહેરો.
પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. તો આ દિવસે સફેદ રંગના કપડાંથી માતાજીની આરાધના કરો.
છઠ્ઠા દિવસે માતા કાત્યાનીની પૂજા થાય છે. જેમના માટે લાલ રંગ ઘણો શુભ માનવામાં આવે છે.
મહાકાળી માતાની પૂજા સાતમા દિવસે થાય છે. જેમની પૂજા માટે ભૂરો રંગ યોગ્ય રહેશે
આઠમા દિવસે મહાગૌરીની પૂજા થાય છે. જે દિવસે ગુલાબી રંગને શુભ માનવામાં આવે છે.
નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી માતાની આરાધના થાય છે. જેમાં પર્પલ(જાબંડી)રંગના કપડા પહેરવા જોઇએ.
Next Article