નવરાત્રિ પર્વનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે ભક્તોએ કર્યા દર્શન

શક્તિપીઠ અંબાજીમાં આદ્યશક્તિના મહાપર્વ નિમિત્તે ઘટસ્થાપન કરાયું છે.અને, વિધિવત રૂપે પૂજા-અર્ચના પણ કરાઈ. જે મંદિરમાં નવરાત્રી દરમિયાન ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. ત્યાં આ વખતે ભક્તોને નિયમબદ્ધ રીતે મર્યાદિત સંખ્યામાં દર્શન કરાવાઈ રહ્યા છે. જોકે, પહેલા નોરતાના ઘટસ્થાપના બાદ ભક્તોએ અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી.   શક્તિપીઠ અંબાજીમાં લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. પરંતુ […]

નવરાત્રિ પર્વનો પ્રારંભ, શક્તિપીઠ અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમ સાથે ભક્તોએ કર્યા દર્શન
| Edited By: | Updated on: Oct 17, 2020 | 5:00 PM

શક્તિપીઠ અંબાજીમાં આદ્યશક્તિના મહાપર્વ નિમિત્તે ઘટસ્થાપન કરાયું છે.અને, વિધિવત રૂપે પૂજા-અર્ચના પણ કરાઈ. જે મંદિરમાં નવરાત્રી દરમિયાન ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. ત્યાં આ વખતે ભક્તોને નિયમબદ્ધ રીતે મર્યાદિત સંખ્યામાં દર્શન કરાવાઈ રહ્યા છે. જોકે, પહેલા નોરતાના ઘટસ્થાપના બાદ ભક્તોએ અંબાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી.

 

શક્તિપીઠ અંબાજીમાં લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. પરંતુ કોરોના સંક્રમણને જોતા માઈભક્તોને આ વર્ષે આરતીમાં લાભ લેવા નહીં મળે. તો ચાચરચોકમાં ગરબાનું પણ આયોજન બંધ છે. જોકે, ભક્તો પણ માતાજીના દર્શન કરીને આ મહામારીમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો