OMG: આ કોઈ વિદેશી મ્યુઝિયમ નહીં, આ છે Ahmedabad ની સાયન્સ સિટીના ત્રણ નવા આકર્ષણો

|

Jul 11, 2021 | 7:47 AM

સાયન્સ સિટી અમદાવાદમાં ફેઝ 2 ડેવલોપમેન્ટ પ્રોજેકટ હેઠળ નેચર પાર્ક, એકવેટિક અને રોબોટિક્સ ગેલેરીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ નવનિર્માણ થયેલા આકર્ષણોનું લોકાર્પણ PM મોદીના હસ્તે થવાનું છે.

OMG: આ કોઈ વિદેશી મ્યુઝિયમ નહીં, આ છે Ahmedabad ની સાયન્સ સિટીના ત્રણ નવા આકર્ષણો
Nature Park, Aquatic and Robotics Gallery completed under Phase 2 Development Project in Science City Ahmedabad

Follow us on

અમદાવાદ સાયન્સ સીટીમાં ફેઝ-2 ડેવલોપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત ત્રણ નવા આકર્ષણોનો ઉમેરો થયો છે. જેમાં નેચર પાર્ક, એકવેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી બનાવવામાં આવી છે. આ નવા પ્રકલ્પોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. માહિતી અનુસાર આ નવા પ્રકલ્પોના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી 16 કે 18 જુલાઈના રોજ અમદાવાદ આવી શકે છે.

આકર્ષણનું કેન્દ્ર રહેલી સાયન્સ સિટીમાં ફેજ 2ના ડેવલોપમેન્ટમાં અત્યાધુનિક એકવેટિક ગેલેરી બનાવવામાં આવી છે. જે ભારતનું સૌથી મોટું એકવેરિયમ છે. 260 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ એકવેરિયમમાં ભારત, એશિયા, આફ્રિકા, અમેરિકા સહિતની 188 પ્રજાતીની 11690 માછલીઓ જોવા મળશે. એકવેટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં 68 ટાંકીઓ બનાવવામાં આવી છે. જેમાં તાજા પાણી, ભાંભરુ પાણી અને દરિયાઈ પાણીમાં રહેતી પ્રજાતિઓને રાખવામાં આવી છે.

આ માટે જટિલ લાઈફ સપોર્ટ સિસ્ટમ, શુદ્ધિકરણ અને વોટર ટ્રીટમેન્ટ સાથે ખારા પાણી અને ભાંભરૂ પાણી બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એકવેરિયમમાં મુખ્ય ટેન્કમાં દુનિયાભરમાં જોવા મળતી શાર્ક પ્રજાતી મુકવામાં આવી છે. આ માટે 28 મીટરનો વિશિષ્ટ વોક વે ટનલ બનાવવામાં આવ્યો છે. આ ટનલમાં ક્યારેય ના અનુભવ્યો હોય તેવો અદભુત નજારો માણી શકાશે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

Construction of Nature Park, Aquatic and Robotics Gallery completed in Science City Ahmedabad

8 હેક્ટરમાં નેચર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાંથી એક હેક્ટરમાં તૈયાર કરવામાં આવેલા તળાવમાં નૌકાવીહાર પણ કરી શકાશે. નેચર પાર્કમાં બટરફ્લાય ગાર્ડન, ગાર્ડન ઓફ કલર, ઓક્સિજન પાર્ક, કેક્ટસ ગાર્ડન, મિસ્ટ બામ્બુ ટનલ, ચેસ કમ યોગા ગાર્ડન, ઓપન જિમ, સેલ્ફી એરિયા સહિતના આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લુપ્ત થતી પ્રાણીઓની પ્રજાતિઓના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે.

1100 સ્કવેર મીટરમાં તૈયાર કરવામાં આવેલ રોબોટિક્સ ગેલેરીમાં 79 પ્રકારના 202 રોબોટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેમાં સામાજિક અભિગમવાળા હ્યુમનોઈડ રિસેપશન રોબોટ દ્વારા મુલાકાતીઓનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે. હ્યુમનોઈડ રોબોટ મુલાકાતીઓને સુવિધાઓની જાણકારી પુરી પાડશે. રોબોટિક્સ ગેલેરીમાં મેડિકલ, કૃષિ, અવકાશ, સંરક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવતા રોબોટ્સ દર્શાવવામાં આવ્યા છે.

રોબોટિક ગેલેરીમાં પ્રશિક્ષિત થયેલા ઓકેસ્ટ્રા સાથે ટ્રમપેટ, ડ્રમ અને પિયાનો વગાડતા રોબોટ દ્વારા મૂલાકાતીને આકર્ષવામાં આવશે.આ ઉપરાંત રોબો કાફેમાં રોબોટિક સેફ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફૂડ રોબો વેઈટર દ્વારા પીરસવામાં આવશે.

 

આ પણ વાંચો: CNG માં ભાવ વધારાના કારણે ત્રસ્ત ‘અમદાવાદનો રીક્ષાવાળો’, જાણો શું કહેવું છે રીક્ષા ચાલકોનું

આ પણ વાંચો: ગાંધીનગરના હાઈટેક રેલવે સ્ટેશનનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, વિડીયો જોઇને તમે પણ અચંબિત થઇ જશો

Published On - 7:05 am, Sun, 11 July 21

Next Article