જાણો વડોદરા અને Narmada જિલ્લાને જોડતા પોઇચા બ્રિજને શા માટે બંધ કરાયો

|

Mar 16, 2021 | 11:04 AM

વડોદરા અને Narmada જિલ્લાને જોડતા નર્મદા નદી ઉપરના પોઈચા બ્રિજને સમારકામ માટે આજથી જ બંધ કરી દેવાનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ પૂલ ૧ માસ માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે.

વડોદરા અને Narmada જિલ્લાને જોડતા નર્મદા નદી ઉપરના પોઈચા બ્રિજને સમારકામ માટે આજથી જ બંધ કરી દેવાનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ પૂલ ૧ માસ માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. 7 નવેમ્બર 2020ના રોજ આવેલા ભૂકંપના કારણે પૂલના સેટલમેન્ટમાં નુકસાન થયું હતું. પૂલ સેટલમેન્ટનું સમારકામ કરવાનું હોવાથી 15 માર્ચથી 16 એપ્રિલ સુધી તમામ વાહનની અવર જવર માટે બ્રિજ બંધ રહેશે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વડોદરાથી રાજપીપલા જતા વાહનોએ હવે વડોદરા ડભોઇ તિલકવાડા ગરુડેશ્વર થઈને રાજપીપળા આવવું પડશે. બ્રિજના સમારકામના પગલે એક માસ સુધી વાહનચાલકોને ૨૦ થી ૩૦ કિ.મી.નો ફેરો વધુ થશે. પોઇચા બ્રિજના બદલે હવે વડોદરાથી રાજપીપળા જતાં વાહનોએ અવર-જવર માટે વડોદરા-ડભોઈ-તિલકવાડા-ગરૃડેશ્વર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

Next Video