NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની હાલની જળસપાટી 116.32 મીટર

|

Jul 27, 2021 | 12:04 PM

Sardar Sarovar Narmada Dam : ઉપરવાસ માંથી 4274 ક્યુસેક પાણીની આવક થવાથી ગઈકાલે 26 જુલાઈએ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.88 મીટરે પહોચી હતી. ત્યારબાદ પાણીની આવક સતત ચાલું રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

NARMADA : ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ Sardar Sarovar Narmada Dam) માં નવા નીર આવ્યાં છે. ઉપરવાસ માંથી 4274 ક્યુસેક પાણીની આવક થવાથી ગઈકાલે 26 જુલાઈએ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.88 મીટરે પહોચી હતી. ત્યારબાદ પાણીની આવક સતત ચાલું રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની જળસપાટી 116.32 મીટરે પહોચી છે.સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)ની જળસપાટીમાં 24 કલાકમાં 23 સેમીનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક રહેશે તો ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોચી શકે છે, સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

Published On - 12:01 pm, Tue, 27 July 21

Next Video